New Covid Strain અંગે રાહતના સમાચાર, WHOએ કહ્યું- હજુ બેકાબુ થયો નથી, થઈ શકે છે કંટ્રોલ
કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ દુનિયાભરમાં સતત વધી રહ્યું છે. આ વચ્ચે બ્રિટન (Britain)માં કોવિડ 19 (Covid-19)ના નવા સ્ટ્રેન મળી આવ્યા છે. જે ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે, હવે દુનિયાભરમાં તેને લઇને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
Trending Photos
જિનેવા (સ્વિટ્ઝરલેન્ડ): કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ દુનિયાભરમાં સતત વધી રહ્યું છે. આ વચ્ચે બ્રિટન (Britain)માં કોવિડ 19 (Covid-19)ના નવા સ્ટ્રેન મળી આવ્યા છે. જે ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે, હવે દુનિયાભરમાં તેને લઇને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે, કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હજી બેકાબુ થયો નથી અને હાલ તેના પર કંટ્રોલ કરી શકાય છે.
પહેલા પણ કોરોના પર કર્યો હતો કાબુ; WHO
WHOના ઇમર્જન્સી વિભાગના ચીફ માઈકલ રેયાન એ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આપણે ઘણી જગ્યાએ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને વધતા જોયું છે અને તેના પર નિયંત્રણ પર કર્યો છે. તે જ રીતે આપણે કોરોનાના નવા સ્ટ્રેનને દૂર કરી શકીએ છે.
70 ટકા ઝડપથી ફેલાય છે નવો સ્ટ્રેન
બ્રિટિશ સ્વાસ્થ્ય સચિવ મેક હેનકોક (Matt Hancock)એ અગાઉ એવો દાવો કર્યો હતો કે, કોરોના વાયરસનો નવો સ્ટ્રેન નિયંત્રણથી બહાર છે. તે જ સમયે બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે, કોરોના વાયરસના જૂના પરિવર્તન કરતા 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે.
નવો સ્ટ્રેન વધુ જીવલેણ હોવાનો કોઈ પુરાવો નથી
માઈકલ રેયાન (Michael Ryan)એ બ્રિટનના ડેટાના અહેવાલ આપતા કહ્યું કે, કોરોના વાયરસનો નવો સ્ટ્રેન વધુ જીવલેણ છે તેનો કોઈ પુરાવો નથી. જો કે, તેમણે જણાવ્યું હતું કે, કોરોનાનો આ નવો સ્ટ્રેન હાલ કોવિડ 19 વેરિએન્ટની સરખામણીમાં વધુ સરળતાથી ફેલાય છે.
કઈ રીતે કંટ્રોલ થશે નવો સ્ટ્રેન
WHOએ કહ્યું કે, વર્તમાનમાં અમારી પાસે જે ઉપાય છે તે યોગ્ય ઉપાય છે. આપણે જે અત્યાર સુધી કરતા આવ્યા છીએ, આપણે તે કરવાની જરૂરિયાત છે. આપણે માત્ર થોડુ વધુ ઝડપથી કરવું પડશે અને થોડા સમય માટે તે સુનિશ્ચિત કરવું પડશે કે આપણે વાયરસના નવા સ્ટ્રેનને નિયંત્રણમાં લાવી શકીએ છે.
અત્યાર સુધી કયા દેશોમાં સામે આવ્યો નવો સ્ટ્રેન
કોરોનાના નવા સ્ટ્રેન ભારતમાં નથી આવ્યો. પરંતુ અત્યાર સુધીમાં બ્રિટેન સહિત 6 દેશોમાં તેની પુષ્ટી થઈ ચુકી છે. બ્રિટનથી શરૂ થઈઈ નવો સ્ટ્રેન ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઈટલી પહોંચી ચુક્યો છે. આ જોતા ભારત સહિત લગભગ 30 દેશોએ બ્રિટન અને સાઉથ આફ્રિકાથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે