કોરોના કાળમાં માણો ઈમ્યુનિટી વધારતી કેક અને કૂકૂીઝની મજા, આ રહી બનાવવાની રીત
હેલ્થ પ્રત્યે સભાન લોકોએ અપનાવ્યો નવો રસ્તો, હાઈઝિન કેક, પેસ્ટ્રી અને કૂકીઝ પર પહેલી પસંદ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ 31ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. કોરોનાકાળમાં દર વર્ષની જેમ ઉત્સાહથી ઊજવણી ભલે નહી થાય પણ આ ઊજવણીનો ઉન્માદ એ છે. અને એટલે જ હવે લોકો ઘરે રહીને પણ અનોખી રીતે 31 ઉજવવાની તૈયારી કરી રહ્યાં છે. નવા કપડાંની સાથે મોઢું મીઠું કરતી મીઠાઈ, કૂકીઝ, પેસ્ટ્રી અને કેક વગર તો નવા વર્ષને કેવી રીતે આવકાર અપાય? આ સવાલનો જવાબ પણ એ છે કે તમામ તૈયારીઓ થઈ ગઈ છે પણ કોરોના ગાઈડલાઈનને અનુરૂપ.
કોરોનાકાળમાં મસાલાથી ભરપૂર કેક
ક્રિસમસ પાર્ટી કે ન્યૂયર પાર્ટી કેક વગર અધૂરી છે. ત્યારે આ વખતે કેકના અવનવા ફ્લેવર તૈયાર થયા છે જે દરવર્ષના ચોકલેટ, ક્રીમી ફ્લેવર કરતાં થોડા હટકે છે. ક્રિસમસ કેકનું સ્થાન લીધુ છે ઉકાળા કેક, જિન્જર કેકે. ચોંકી ગયાને? હેલ્થ માટે સારા આ મસાલાઓને હવે મીઠી મધૂરી કેકમાં પણ સમાવવવામાં આવ્યા છે અને એટલે જ જિન્જર, તજ જેવા આયુર્વેદિક મસાલાથી ભરપૂર મિલ્ક કેક, ઓરેન્જ પીલ કેક બજારમાં આવી ગઈ છે. કેકમાં આવેલા આ અદભૂત ફેરફાર લોકોની સ્વાસ્થ્ય માટેની જાગૃતિને આવકારદાયક છે. કારણ કે કેકમાં હેન્ડગ્રાઈન્ડ ગરમ મસાલા વધુ નાખવામાં આવે છે અને તેથી જ તે અન્ય કેક અને કૂકીઝ કરતા અલગ છે.
બેકરી પર વધી ઈમ્યુનિટી બુસ્ટર કેકની માગ
સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકોના કારણે જ બેકરી પર કેક માટે આવતી ડિમાન્ડમાં મોટા ભાગના લોકો હવે ઈમ્યુનિટી બુસ્ટર કેકની માગ કરી રહ્યાં છે. ઘણાં ગ્રાહક તો એવા છે જે કેકમાં પણ ચોકલેટ અને કોકોની જગ્યાએ તુલસી, લવિંગ અને તજ નંખાવી રહ્યાં છે. ઉકાળાની સામગ્રીથી તૈયાર કરવામાં આવતી કેકમાં તુલસી, તજ, લવિંગ, કાળા મરી અને આદુ નાખવામાં આવી રહ્યાં છે. આ તમામ સામગ્રીથી કેકનો ટેસ્ટ ઘણો ડિફરન્ટ થઈ જાય છે. સાથે જ સૂકા મેવાની સાથે ક્લાસિક ક્રિસમસ કેક અને ગિફ્ટમાં આપવા માટે જિન્જર કૂકીઝની ડિમાન્ડ વધી છે. કારણ કે તેમાં ખાસ સૂંઠનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સુગર ફ્રી કેક અને વિટામીન Cથી ભરપૂર ઓરેન્જ પીલ કેકની પણ ઘણી ડિમાન્ડ ઉભી થઈ છે.
ઈમ્યુનિટી બૂસ્ટર કેક અને કૂકીઝની કિંમત વધુ પણ અમૂલ્ય
સામાન્ય રીતે કેક અને કૂકીઝ ખાવા જતાં મન તો ભરાય પણ શરીરને નુકસાન થાય છે. કોરોનામાં જ્યારે લોકો જાગૃત થયા છે આવા સ્વાસ્થ્યવર્ધક ગરમ મસાલાથી બનેલી કેક પ્રથમ વખત ખાઈ રહ્યાં છે તો ચોક્કસથી તે શરીરને નુકસાન નહીં જ પહોંચાડે પણ કદાચ મોંઘી તો પડશે જ. જેને ખરીદતા લોકો વિચાર કરશે. કારણ કે સામાન્ય ભાવ કરતા આ તમામ ઈમ્યુનિટી બુસ્ટર કેક, પેસ્ટ્રી અને કૂકીઝના ભાવ 10થી 20 ટકા વધારે છે. પણ આ ભાવ આપી દેવા સારા નહીં તો શરીરને થતાં નુકસાનમાં લાખો ખર્ચવાનો વારો આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે