Elon Musks new girlfriend: કોણ છે એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડ, જાણો 23 વર્ષ નાની મિસ્ટ્રી ગર્લનું રાઝ

Elon Musks new girlfriend: વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્ક તેનાથી 23 વર્ષીય નાની ગર્લફ્રેન્ડની સાથે ડેટ કરતા જોવા મળ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

Elon Musks new girlfriend: કોણ છે એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડ, જાણો 23 વર્ષ નાની મિસ્ટ્રી ગર્લનું રાઝ

નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક અને દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે મસ્ક કોઈ બિઝનેસને કારણે નહીં પરંતુ રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ મસ્કની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં તે પોતાની 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહ્યો છે. તમે પણ જાણો કોણ છે એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડ..

જાણો કોણ છે મસ્કની નવી ગર્લફ્રેન્ડ
એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડનું નામ નતાશા બાસેટ છે. મસ્કની આ નવી ગર્લફ્રેન્ડ અભિનેત્રી છે અને ઉંમરમાં તેનાથી 23 વર્ષ નાની છે. જીવનની 50 વસંત જોઈ ચુકેલા મસ્કની નવી ગર્લફ્રેન્ડ નતાશા 27 વર્ષની છે. 

મહત્વનું છે કે મસ્ક અને નતાશા એક હોટલમાં ભોજન કરતા જોવા મળ્યા હતા. આ કપલને ધનીકોનું સ્વર્ગ કહેવાતા સેન્ટ ટ્રોપેઝમાં ડેટ કરતા જોવા મળ્યા હતા. આ હોટલમાં એક રાતનો ખર્ચ લાખો ડોલર હોય છે, જે સામાન્ય વ્યક્તિના વિચારથી બહાર છે, પરંતુ મસ્ક માટે આ સામાન્ય વાત છે. 

Bassett is an Australian actress who moved to the US to pursue her career when she was 19. She lives in L.A. pic.twitter.com/7XMEtkL9ph

— Lilian Chan (@bestgug) May 30, 2022

મહત્વનું છે કે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અત્યાર સુધી ત્રણ લગ્ન કરી ચુક્યાં છે. તેને પાછલી ત્રણ પત્નીઓથી છ બાળકો છે. પરંતુ ફરી મસ્ક તેનાથી નાની યુવતી સાથે રિલેશનશિપમાં છે. 

નોંધનીય છે કે એલન મસ્ક પોતાની ગર્લફ્રેન્ડ નતાશા માટે કરિયરમાં પણ ખુદ મદદગાર છે. તે નતાશાના એક્ટિંગ કરિયરને મજબૂત બનાવવામાં સહયોગ કરે છે. નતાશા જલદી બાયોપિક એલ્વિસમાં અમેરિકી ગાયકની પ્રથમ ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news