WHO પ્રમુખે આરોગ્ય સેતુ એપની કરી પ્રશંસા, બોલ્યા તેનાથી કોરોના હોટસ્પોટને ઓળખવામાં મળી મદદ

WHO Chief Praises Aarogya Setu: કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે બનાવવામાં આવેલ ભારતીય ટ્રેસિંગ એપ આરોગ્ય સેતુની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ એપની મદદથી ભારતને કોરોના વાયરસના ક્લસ્ટરને ઓળખવામાં મદદ મળી છે. 
 

WHO પ્રમુખે આરોગ્ય સેતુ એપની કરી પ્રશંસા, બોલ્યા તેનાથી કોરોના હોટસ્પોટને ઓળખવામાં મળી મદદ

જિનેવાઃ કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે બનાવવામાં આવેલ ભારતીય ટ્રેસિંગ એપ આરોગ્ય સેતુની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ એપની મદદથી ભારતને કોરોના વાયરસના ક્લસ્ટરને ઓળખવામાં મદદ મળી છે. જેથી ત્યાં ટેસ્ટિંગ વધારીને કેસો પર કાબુ મેળવવામાં આવ્યા. તેમણે કહ્યું કે, આ એપને ભારતમાં 15 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ પણ કરી છે. 

શું કહ્યું WHO પ્રમુખે?
ટેડ્રોસે આરોગ્ય સેતુ એપની પ્રશંસા કરતા કહ્યુ કે, તેની મદદથી સ્વાસ્થ્ય અધિકારીઓને કોરોના ક્લસ્ટર (વધુ સંક્રમિત ક્ષેત્ર)ની ઓળખ મેળવવામાં સહાયતા મળે છે. આ સાથે એપ દ્વારા તે જાણકારી મેળવવી સરળ રહે છે કે ક્યા ક્ષેત્રમાં ટેસ્ટ વધારવાની જરૂર છે. 

જાહેર સ્થળોએ જવા માટે જરૂરી છે આ એપ
ભારત સરકારે લગભગ બધા જાહેર સ્થળો પર જવા માટે આ એપનો ઉપયોગ ફરજીયાત કરી દીધો છે. ટ્રેન, બસ કે ફ્લાઇટમાં સફર પહેલા યાત્રિએ આરોગ્ય સેતુ એપને દેખાડવી જરૂરી છે. તો મોટા ભાગની સરકારી કે ખાનગી ઓફિસોમાં પણ આ એપ દ્વારા જ કર્મચારીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. 

કોરોનાની રસી અંગે આવ્યા આઘાતજનક સમાચાર!, આ કંપનીએ ટ્રાયલ પર લગાવી રોક 

3 એપ્રિલે થઈ હતી લોન્ચ
ભારત સરકારે આ એપને 3 એપ્રિલ 2020ના લોન્ચ કરી હતી. જે મોબાઇલના બ્લૂટૂથ અને જીપીએસની ટેકનીક દ્વારા આસપાસના કોરોના સંક્રમિત લોકોની જાણકારી મેળવે છે. તેનાથી તે પણ માહિતી મળે છે કે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ કોરોનાથી કેટલો સુરક્ષિત છે. 

ભારતમાં એપ પર થયો હતો રાજકીય વિવાદ
આરોગ્ય સેતુ એપને લઈને ભારતમાં રાજકીય ઘમાસાણ થયું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એપને લોકોની નિજતાનું હનન ગણાવ્યુ હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર આ એપ દ્વારા લોકો પર નજર રાખી રહી છે. તો સરકાર અને એપ બનાવનાર કંપનીએ આ આરોપોનું ખંડન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news