એલન મસ્ક અને ટ્વિટર ડીલ વચ્ચે વ્હાઇટ હાઉસે વ્યક્ત કરી ચિંતા, આ વાત પર છે બાઇડેનની નજર

White House Reaction on Twitter: એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદી લીધુ છે. આ ડીલની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. તેને લઈને વ્હાઇટ હાઉસે પણ પ્રતિક્રિયા આપી છે. જાણો તેણે શું કહ્યું છે. 

એલન મસ્ક અને ટ્વિટર ડીલ વચ્ચે વ્હાઇટ હાઉસે વ્યક્ત કરી ચિંતા, આ વાત પર છે બાઇડેનની નજર

વોશિંગટનઃ ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદી લીધુ છે. આ ડીલની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. તેને લઈને વ્હાઇટ હાઉસે પણ પ્રતિક્રિયા આપી છે. પરંતુ વ્હાઇટ હાઉસે ટ્વિટર અને એલન મસ્ક વચ્ચે થયેલી ડીલ પર કંઈ બોલવાનો ઇનકાર કરી દીધો, પરંતુ અધિકારીઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેન લાંબા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શક્તિને લઈને ચિંતિત છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યુ કે, અમારી ચિંતાઓ નવી નથી. 

સોશિયલ મીડિયાની શક્તિઓ પર ચર્ચા
જેન સાકીએ કહ્યુ કે, 'રાષ્ટ્રપતિ બાઇડેને લાંબા સમયથી ખોટી સૂચના ફેલાવવા માટે ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શક્તિ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને તેના પર વાત કરી હતી. આ ચિંતા હજુ પણ યથાવત છે.' તેમણે કહ્યું કે, વ્હાઇટ હાઉસ દ્વારા વ્યક્તિગત લેણદેણ પર કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. 

યથાવત રહેશે કલમ 230ને રદ્દ કરવાની માંગ
જેન સાકીએ મીડિયાને જણાવ્યું કે વ્હાઇટ હાઉસ કલમ 230ને રદ્દ કરવાનું સમર્થન કરતું રહેશે, કારણ કે આ કાયદો ઓનલાઇન કંપનીઓને યૂઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી પર જવાબદારીથી બચાવે છે. તેમણે કહ્યું કે, બાઇડેન પ્રશાસનના અધિકારીઓને લાગે છે કે કડક તપાસથી રાજકીય મુદ્દા અને કોરોના પર ખોટી સૂચનાઓના પ્રસારને રોકી શકાતો હતો. 

તેના સારા માટે પગલાં ભરવામાં આવશે
સાકીએ કહ્યુ કે, અમે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે નિયમિત જોડાયેલા રહીએ છીએ. આ સિલસિલો આગળ પણ રહેશે. પરંતુ તેના સારા માટે જે પગલાં ભરવામાં આવી શકાય છે, તે ભરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news