PM મોદી અને મનમોહન સિંહની આ તસવીરોનો તમે શું અર્થ કાઢશો?
ફ્રાન્સના બિઆરિત્ઝ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump)ની મુલાકાત થઇ હતી. આ મુલાકાત જમ્મુ-કાશ્મીર પર પીએમ મોદી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump)ને સીધી સૂચના આપવા માટે જાણીતી હશે
Trending Photos
નવી દિલ્હી: ફ્રાન્સના બિઆરિત્ઝ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump)ની મુલાકાત થઇ હતી. આ મુલાકાત જમ્મુ-કાશ્મીર પર પીએમ મોદી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump)ને સીધી સૂચના આપવા માટે જાણીતી હશે, પરંતુ બંને નેતાઓ જે રીતે મળ્યા તે પણ બાકીના વિશ્વને ઘણો સંદેશ આપશે. સંયુક્ત પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump) રમૂજી લયમાં કહ્યું કે પીએમ મોદી (Narendra modi) સારું અગ્રેજી બોલે છે. આના પર, પીએમ મોદી મિત્રોમાં 'દે તાલિ'ના અંદાજમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) સાથે હાથ મિલાવતા જોવા મળ્યા. બંને નેતાઓની મુલાકાતનો અંદાજ જોઇએને એવું લાગી રહ્યું હતું કે બે મિત્રો વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રાધ્યક્ષોને પ્રોટોકલનું ઘણું ધ્યાન રાખવાનું હોય છે. પ્રોટોકોલની સીધી અસર કુટનીતિથી જોડાયેલી હોય છે. મુલાકતની વચ્ચે રાષ્ટ્રધ્યક્ષ નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે. ઉદાહરણ તરીકે, જો મુલાકાતના સમયે ચા આવી છે, તો પછી કયા નેતાએ પહેલા ચા પીવાનું શરૂ કર્યું છે, તે નોંધાય છે. જ્યારે બંને નેતાઓ મળી રહ્યાં છે, ત્યારે બંનેની બોડી લેંગ્વેજ કેવી હતી, કોણ કોના ખભા પર હાથ મુકી રહ્યા છે વગેરે...
આ પણ વાંચો:- VIDEO: ટ્રંપે PM મોદી સાથેની મુલાકાતમાં કરી મજાક, કહ્યું તેઓ હાલ વાત કરવાનાં મુડમાં નથી
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ (Manmohan singh) ઘણી વખત અલગ અલગ સમય પર અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે મુલાકાત કરી ચુક્યા છે. પીએમ મોદીથી પહેલા મનમોહન સિંહ (Manmohan singh)નું પણ અમેરિકા હાર્દિક સ્વાગત કરતું આવ્યું છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમરિકામાં જ્યારે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના રાષ્ટ્રધ્યક્ષનું સન્માન થતુ જોઇ દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલાઇ જાય છે. આવી જ મુલાકાતની કેટલીક તસવીરો તમારા માટે લાવ્યા છે.
જો તમે સામાન્ય વ્યક્તિ છો, તો પછી જો તમે મનમોહન સિંહ (Manmohan singh) અને પીએમ મોદીની આ તસવીરો જોશો, તો તમે ઘણું બધુ સમજી શકો છો.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama) અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump)ની સાથે પીએમ મોદીનો મળવાનો અંદાજ જોઇને તમે સમજી શકો છો કે તેઓ અમેરિકાની સાથે મિત્રતાના સંબંધ રાખવા માગે છે. ના કે વિકાસશીલ અને વિકસિત દેશના પ્રોટોકોલના હિસાબથી જો પીએમ મોદીના ટ્રમ્પ અને ઓબામાની સાથે મુલાકાતની તસવીરો જોઇને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે, તેઓ તેમની સાથે ખૂબ મૈત્રીપૂર્ણ છે.
આ પણ વાંચો:- પાકિસ્તાની મંત્રીની લુખ્ખી ધમકી, 'PoK પર હુમલો થયો તો થશે યુદ્ધ, બદલાઇ જશે ઉપમહાદ્વીપનો નક્શો'
પીએમ મોદી હંમેશા તેમના ભાષણોમાં કહે છે કે તેઓ દુનિયાના શક્તિ શાળી દેશોથી આંખથી આંખ મીલાવીને વાત કરવા ઇચ્છે છે. તેમની કરેલી આ વાત આ બંને તસવીરોમાં સ્પષ્ટ તરીકે જોવા મળી રહી છે. આ એજન્ડા અંતર્ગત પીએમ મોદીએ ટ્રમ્પની બાજુમાં બેસી તેમને સંદેશ આપ્યો કે જમ્મુ કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. એટલા માટે તેઓ તેમાં કોઇ હસ્તક્ષેપ ઇચ્છતા નથી. પીએમ મોદીની આ દ્રઢતાની સામે ટ્રમ્પે પણ તેમના નિવેદનથી યૂ-ટર્ન માર્યું અને કહ્યું કે, ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાને એકબીજા વચ્ચે ચર્ચા કરીને ઉકેલે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)એ કહ્યું હતું કે, પીએમ મોદીની સાથે ડોક્ટર મનમોહન પણ તેમના સારા મિત્ર છે. તે પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશ (George W. Bush) જાતે મનમોહન સિંહ (Manmohan singh)ની પેન્ટિંગ બનાવી દેખાડી ચુક્યા હતા કે, તેમના ભારતના પૂર્વ પીએમ સાથે કેવા સંબંધ છે.
આ બધાની સાથે જો તમે મનમોહન સિંહ (Manmohan singh)ની ઓબામા અને બુશની સાથેની તસવીરો જોશો તો ઘણું બધુ સમજી શકો છો. તમે અંદાજો લગાવી શકશો.
ઉદાહરણ તરીકે, આ તસવીરોમાં જોવા મળી રહેલા ઓબામા અને બુશ બંનેનો હાથ મનમોહન સિંહના ખભા પર જોવા મળી રહ્યો છે. મળવાનો આ અંદાજ પણ મિત્રતાની ઓળખ છે, પરંતુ તે જ સમયે એવા સંકેતો પણ મળી રહ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ આ સંદેશો આપવાનો પ્રયાસ કરી શકે છે કે તેઓ ભારતથી ઉપર છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે