રશિયાના ટેન્કને ટ્રેક્ટરથી ચોરીને લઈ ગયો યુક્રેનનો કિસાન, જોતા રહી ગયા સૈનિક, જુઓ વીડિયો
Ukraine Farmer Steals Russian Tank With Tractor: રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા જંગ વચ્ચે યુક્રેની કિસાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કિસાન ટ્રેક્ટરથી એક ટેન્કને ખેંચીને જઈ રહ્યો છે.
Trending Photos
કિવઃ રશિયાના સૈનિક યુક્રેનના ઘણા શહેરોમાં સતત હુમલો કરી રહ્યાં છે. આશરે 1 લાખ રશિયન સૈનિક પોતાના હથિયારોની સાથે યુક્રેનની સરહદમાં દાખલ થયા છે. આ વચ્ચે ઘણા એવા વીડિયો સામે આવ્યા છે, જ્યાં રશિયન સૈનિક ગાડીમાં તેલ ખતમ થયા બાદ રસ્તામાં ઉભા છે. એક અન્ય વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક રશિયન ટેન્કને યુક્રેનનો એક કિસાન પોતાના ટ્રેક્ટરથી ચોરીને લઈ જાય છે.
યુક્રેનના ઓસ્ટ્રિયામાં રાજદૂત ઓલેઝેન્ડર સ્ચેર્બાએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનનો એક કિસાન હુમલા વચ્ચે રશિયાનું એક ટેન્ક ચોરીને લઈ ગયો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર રહેલી ટેન્ક કિસાન ખેંચીને લઈ જાય છે. એક વ્યક્તિ ટ્રેક્ટરની સાથે દોડી રહ્યો છે અને તેના પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- જો સાચુ હોય તો આ પ્રથમ ટેન્ક હશે જેને કોઈ કિસાને ચોર્યુ છે.
If true, it’s probably the first tank ever stolen by a farmer… ))
Ukrainians are tough cookies indeed. #StandWithUkraine #russiagohome pic.twitter.com/TY0sigffaM
— olexander scherba🇺🇦 (@olex_scherba) February 27, 2022
આ અમને હસવા માટે મજબૂર કરી રહ્યો
સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કર્યા બાદ લોકો ખુબ મજા લઈ રહ્યાં છે. ઘણા લોકો કહી રહ્યાં છે કે આ અમને હસવા માટે મજબૂત કરી રહ્યો છે. એક યૂઝરે લખ્યું- હું તેથી આશુ કરું છું કે આ સત્ય હોય. આ સપ્તાહે ભયાનક હુમલો શરૂ થયા બાદ હું પ્રથમવાર હસી રહ્યો છું. ઘણા અન્ય યૂઝર્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આ વચ્ચે રાજધાની કિવને લઈને ભયંકર લડાઈ ચાલી રહી છે. યુક્રેનની સેનાએ સોમવારે કહ્યું કે કિવમાં સ્થિતિ હજુ તેના નિયંત્રણમાં છે. યુક્રેની સેનાની ગ્રાઉન્ડ ફોર્સે ફેસબુક પર પોસ્ટ કરી, યુક્રેની સેનાની પાસે હજુ કિવનું નિયંત્રણ છે, કારણ કે રાતમાં કિવના બહારના વિસ્તારમાં રશિયન સૈનિકો દ્વારા વારંવાર કરવામાં આવેલા પ્રયાસોને પરાજિત કરવામાં આવ્યા છે. યુક્રેનની સ્થાનીક એજન્સીએ જણાવ્યું- રશિયાની સેના કોઈપણ મોટા ક્ષેત્રીય શહેરોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે અને યુક્રેની સેનાએ કાલે રાત્રે તમામ મોર્ચા પર રશિયાને ભગાડી દીધુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના સૈનિકોએ ખારકીવ, કિવ અને ચેર્નિહાઇવ સહિત અન્ય શહેરો પર હવાઈ હુમલા કર્યાં છે. પરંતુ યુક્રેનની સેના તેનો સામનો કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે