Turkiye-Syria Earthquake: ભૂકંપમાં 19 હજારથી વધુ લોકોના મોત, ભારતીય રેસ્ક્યૂ ટીમે 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો, જુઓ વીડિયો
Turkiye News: ભૂકંપથી પ્રભાવિત તુર્કિએના ઘણા વિસ્તારમાં લોકો સુધી રાહત સામગ્રી પહોંચી નથી. તેવામાં ભારત તરફથી શરૂ કરવામાં આવેલું ઓપરેશન દોસ્ત ત્યાં ઘણી મદદ પહોંચાડી રહ્યું છે. એનડીઆરએફની ટીમ લોકોના જીવ બચાવી રહી છે.
Trending Photos
તુર્કીઃ Turkiye-Syria Earthquake: ભૂકંપથી તબાહ તુર્કિએ અને સીરિયામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુરુવારે રાત્રે કહેવામાં આવ્યું કે મૃત્યુઆંક 19 હજારને વટાવી ગયો છે. આફતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયેલી ભારતીય બચાવ ટુકડીઓએ ત્યાં લોકોને બચાવવા માટે રાત-દિવસ એક કરી દીધી છે. ભારતની NDRF ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર કેટલાક સ્નિફર ડોગ્સ સાથે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. ગુરુવારે NDRFએ 6 વર્ષની બાળકીને ત્યાં કાટમાળમાંથી બચાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી ધાબળામાં લપેટાયેલી છે. તેને એક ખાસ ઉપકરણની સાથે મજબૂતીથી સુરક્ષા પ્રદાન કરવામાં આવી, તો એક ડોક્ટર તેની તબિયતની તપાસ કરી રહ્યાં છે. પીળા હેલમેટમાં લોકો તેને ધીરેથી સ્ટ્રેચર પર લઈ જાય છે.
Standing with Türkiye in this natural calamity. India’s @NDRFHQ is carrying out rescue and relief operations at ground zero.
Team IND-11 successfully retrieved a 6 years old girl from Nurdagi, Gaziantep today. #OperationDost pic.twitter.com/Mf2ODywxEa
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) February 9, 2023
આ ઓપરેશનનો વીડિયો ભારતીય ગૃહમંત્રાલયના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શન પ્રમાણે તુર્કિએમાં એનડીઆરએફની ટીમ દ્વારા છ વર્ષની બાળકીને એક ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાંથી કાઢવામાં આવી હતી. ટીમ તેને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહી. આ બધુ તે દેશમાં થયું, જ્યાં 6 ફેબ્રુઆરીએ ભૂકંપના તીવ્ર ઝટકાએ વ્યાપક તબાહી મચાવી હતી.
ભારત ચલાવી રહ્યું છે 'ઓપરેશન દોસ્ત'
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ 'ઓપરેશન દોસ્ત' ના હેશટેગ સાથે ટ્વીટ કર્યું. 'આ પ્રાકૃતિક આદપામાં અમે તુર્કિએ સાથે છીએ. ભારતની એનડીઆરએફ ગ્રાઉન્ડ ઝીરો પર બચાવ અને રાહત અભિયાન ચલાવી રહી છે. ટીમ IND-11 એ આજે ગાઝિયાંટેપના નૂરદાગીથી 6 વર્ષની બાળકીને સફળતાપૂર્વક બચાવી છે. તો એનડીઆરએફના ડીજીપી અતુલ કરવાલે કહ્યુ કે, કાલે એનડીઆરએફના 51 કર્મીઓનું એક દળ ત્યાં પહેલાથી તૈનાત બે ટીમોમાં સામેલ થવા માટે તુર્કિએ માટે રવાના થયું છે.'
એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મંગળવારે તુર્કી મોકલવામાં આવેલી બે ટીમોમાં વહેંચાયેલા 101 કર્મચારીઓને ગાઝિયાંટેપ પ્રાંતના બે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો નુરદાગી અને ઉર્ફામાં તૈનાત કરવામાં આવ્યા છે.
ટીમો પાસે પૂરતું રાશન, ટેન્ટ અને અન્ય લોજિસ્ટિક્સ છે
એનડીઆરએફની ટીમો ત્યાં લગભગ બે અઠવાડિયા સુધી પોતાની જાતને ટકાવી શકે છે, કારણ કે તેમની પાસે પૂરતું રાશન, ટેન્ટ અને અન્ય લોજિસ્ટિક્સ છે. કરવલે કહ્યું- "અમે અમારા બચાવકર્તાઓને તુર્કીના અત્યંત ઠંડા વાતાવરણમાં કામ કરવા માટે ખાસ શિયાળાના કપડાં પૂરા પાડ્યા છે. આ કપડાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને કેટલાક અન્ય લોકો પાસેથી ઉછીના લેવામાં આવ્યા છે,"
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે