નિર્દોષોના ગળા કાપીને વિકૃત આનંદ લેનારા આતંકવાદી બગદાદીની કેવી હતી છેલ્લી ક્ષણો? જુઓ VIDEO

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી ચીફ અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકી ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ મુજબ ટ્રમ્પે કહ્યું કે સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાને સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો. તેમણે કહ્યું કે યુએસની સ્પેશિયલ ફોર્સે સાહસિક રાત્રિ રેડ  કરી અને શાનદાર રીતે પોતાના મિશનને પૂરું કર્યું. ઈરાકી ન્યૂઝ ચેનલે એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે અમેરિકી બોમ્બવર્ષામાં કેવી રીતે બગદાદીના ચીથરા ઉડી ગયાં. 
નિર્દોષોના ગળા કાપીને વિકૃત આનંદ લેનારા આતંકવાદી બગદાદીની કેવી હતી છેલ્લી ક્ષણો? જુઓ VIDEO

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી ચીફ અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકી ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ મુજબ ટ્રમ્પે કહ્યું કે સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાને સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો. તેમણે કહ્યું કે યુએસની સ્પેશિયલ ફોર્સે સાહસિક રાત્રિ રેડ  કરી અને શાનદાર રીતે પોતાના મિશનને પૂરું કર્યું. ઈરાકી ન્યૂઝ ચેનલે એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે અમેરિકી બોમ્બવર્ષામાં કેવી રીતે બગદાદીના ચીથરા ઉડી ગયાં. 

વીડિયોમાં જોવા મળે છે કે લોહીથી લથપથ કપડાંના ચીથરા ચારે બાજુ પડ્યા છે. ટીવી રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી હુમલામાં બગદાદીનું મોત થઈ ગયું અને આ કપડાં બગદાદીના જ છે. ફૂટેજમાં એ જગ્યાને પણ દર્શાવવામાં આવી છે જ્યાં અમેરિકી સેનાએ શનિવારે બોમ્બવર્ષા કરી હતી. આ ફૂટેજ દિવસનું છે. ફૂટેજમાં આતંકવાદના એક વિશેષજ્ઞના હવાલે જણાવવામાં આવ્યું છે કે ઈરાકી ગુપ્તચર એજન્સીઓની મદદથી બગદાદીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. 

ટ્રમ્પે  કહ્યું કે અમેરિકી સેનાના ડરથી તે એક ડેડ એન્ડ સુરંગમાં ગયો અને માર્યો ગયો. તે પોતાના છેલ્લા સમયમાં રોકકળ કરતો અને બૂમાબૂમ કરતો હતો. જે બદમાશે બીજાને આટલું ડરાવવા અને ધમકાવવાની કોશિશ કરી તે પોતાની છેલ્લી ઘડીમાં સંપૂર્ણ રીતે ભય અને અમેરિકી દળોના ખૌફમાં જીવ્યો. તેમણે કહ્યું કે આ ઓપરેશનમાં એક પણ અમેરિકી સૈનિક માર્યો ગયો નથી. પરંતુ બગદાદીના અનેક સાથીઓ માર્યા ગયા છે. 

— Yeni Şafak English (@yenisafakEN) October 27, 2019

અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ટ્વીટ કરીને બગદાદી માર્યો ગયો હોવાના સંકેત આપ્યા હતાં. ત્યારબાદ પત્રકારોને સંબોધતા કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ દુનિયાના નંબર એક આતંકવાદી નેતાને ઠાર કર્યો છે. અબુ બકર અલગ બગદાદી માર્યો ગયો છે. તે ISISનો સંસ્થાપક હતો. જે દુનિયાનું સૌથી ક્રુર અને હિંસક આતંકવાદી સંગઠન છે. 

કહેવાય છે કે ઉત્તર પશ્ચિમ સીરિયામાં અમેરિકા સેનાની રેડમાં બગદાદી માર્યો ગયો. તે એક સુરંગમાં છૂપાયેલો હતો. અમેરિકી સેનાએ તેને ખતમ કરી દીધો. બગદાદી માર્યો ગયો તેને ફાઈનલ પુષ્ટિ માટે બગદાદીના મૃતદેહનો ડીએનએ અને બાયોમેટ્રિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બગદાદી છેલ્લીવાર જુલાઈ 2014માં મોસુલમાં અલ નૂરી મસ્જિદમાં સાર્વજનિક રીતે સામે આવ્યો હતો. જેના પર ઈરાકી સુરક્ષા દળોએ 2017માં કબ્જો કરી લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news