આ એક વિટામીન આગળ જીવલેણ કોરોના પાંગળો બની જાય છે? રસપ્રદ તારણ 

કેટલાક દેશો એવા છે કે જ્યાં લોકો કોરોનાના કારણે વધુ બીમાર પડી રહ્યાં છે, અનેકના મોત થઈ રહ્યાં છે. જ્યારે બીજી બાજુ કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા ખુબ ઓછી છે. કેટલાક દેશો તો એવા પણ છે જ્યાં વિટામીન-ડીના કારણે કોરોના નબળો પડી ગયો. એમ પણ કહી શકાય કે કોરના વાયરસના કારણે વધુ નુકસાન ન થયું. જે દેશોમાં વિટામીન-ડીની કમી હતી ત્યાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધેલા જોવા મળ્યાં. 

આ એક વિટામીન આગળ જીવલેણ કોરોના પાંગળો બની જાય છે? રસપ્રદ તારણ 

નવી દિલ્હી: કેટલાક દેશો એવા છે કે જ્યાં લોકો કોરોનાના કારણે વધુ બીમાર પડી રહ્યાં છે, અનેકના મોત થઈ રહ્યાં છે. જ્યારે બીજી બાજુ કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા ખુબ ઓછી છે. કેટલાક દેશો તો એવા પણ છે જ્યાં વિટામીન-ડીના કારણે કોરોના નબળો પડી ગયો. એમ પણ કહી શકાય કે કોરના વાયરસના કારણે વધુ નુકસાન ન થયું. જે દેશોમાં વિટામીન-ડીની કમી હતી ત્યાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધેલા જોવા મળ્યાં. 

આ જાણકારી યુરોપીય વૈજ્ઞાનિકોની એક ટીમના રિસર્ચ બાદ સામે આવી છે. તેનો રિપોર્ટ આયરિશ મેડિકલ જર્નલમાં છપાયો છે. આ ટીમના વૈજ્ઞાનિકોનો દાવો છે કે એવા યુરોપીય દેશ કોરોના વાયરસની ઝપેટમાં વધુ આવ્યાં જ્યાં લોકોમાં વિટામીન-ડીની ઉણપ હતી. વિટામીન-ડીની ઉણપવાળા યુરોપીયન દેશો છે સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને બ્રિટન. 

જ્યારે ડેનમાર્ક, ફિનલેન્ડ, સ્વીડન એવા દેશ છે કે જ્યાં વિટામીન-ડી લોકોનું કવચ બની ગયું. આ વિટામીનના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યું અને લોકો ઓછા બીમાર પડ્યાં. આ દેશોમાં વધુ મૃત્યુ પણ ન થયાં. કારણ કે અહીંના લોકોના શરીરમાં વિટામીન ડીનું પ્રમાણ સારું છે. 

આ બાજુ અમેરિકા, ભારત અને ચીનના લોકોમાં પણ વિટામીન-ડીની ભારે ઉણપ જોવા મળતી હોય છે. આથી આ દેશોમાં કોરોનાના કારણે લાખો લોકો બીમાર થયા અને મૃત્યુઆંક પણ વધ્યો. વિટામીન-ડીની કમીવાળા આ દેશોમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાયો. વૈજ્ઞાનિકોએ આ યુરોપીય દેશોના લોકોના શરીરમાં વિટામીન-ડીનો અભ્યાસ કરવા માટે 1999થી ડાટા કાઢીને તેનું એનાલિસિસ કર્યું. 

વિટામીન-ડીના ગત ડાટાને હાલના ડાટા અને કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુના દર સાથે મેળવવામાં આવ્યાં. ત્યારે માલુમ પડ્યું કે જે લોકોના શરીરમાં વિટામીન-ડીની માત્રા સારી છે તેવા લોકો કોરોના વાયરસથી ઓછા પ્રભાવિત થયાં. તે દેશોમાં કોરોનાથી ઓછા મૃત્યુ જોવા મળ્યાં. 

નોર્વે, ફિનલેન્ડ અને સ્વીડનની ભૌગોલિક સ્થિતિના કારણે અહીં સુરજના અલ્ટ્રાવાયલેટ કિરણો ઓછા પહોંચે છે જે વિટામીન-ડીનો પ્રમુખ સ્ત્રોત છે. એટલે આ દેશના લોકો વિટામીન-ડીની ઉણપ પૂરી કરવા માટે દૂધ અને તેના ઉત્પાદનોનું વધુ સેવન કરે છે. 

જુઓ LIVE TV

વૈજ્ઞાનિકોની ટીમે જાણ્યું કે ભારત, ચીન સહિત ઉત્તર ગોળાર્ધના અનેક અન્ય દેશોમાં વર્ષના શરૂઆતના મહિનાઓમાં ઠંડી હતી. સંક્રમણથી બચવા માટે લોકડાઉન કરવામાં આવ્યું. લોકો ઘરોમાં સિમિત રહી ગયાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news