Video Viral: અમેરિકાના આકાશમાં ઉડ્યા વિમાનોના ફુરચે ફુરચાં! એક સેકન્ડમાં હતી નતી થઈ ગઈ જિંદગી!

Dallas Aircraft crash video: US Dallas Air Show દરમિયાન બે ફાઈટર પ્લેન એકબીજા સાથે અથડાયા, આ દુર્ઘટનામાં 6 લોકોના મોતની ખબર સામે આવી. અંદાજે 1.20 વાગ્યાની આસપાસ આ ભયાનક અકસ્માત થયો હોવાની સંભાવના.

Video Viral: અમેરિકાના આકાશમાં ઉડ્યા વિમાનોના ફુરચે ફુરચાં! એક સેકન્ડમાં હતી નતી થઈ ગઈ જિંદગી!

ડલ્લાસ: ફરી એકવાર અમેરિકામાં થઈ વિમાન દુર્ઘટના. અમેરિકાના આકાશમાં ઉડ્યા વિમાનોના ફુરચે ફુરચાં, અમેરિકાના ડલ્લાસમાં એર શો દરમિયાન બે ઐતિહાસિક મિલિટરી એરક્રાફ્ટ અથડાઇને ક્રેશ થઇ ગયા. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ફેડરલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાનો અથડાયા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને પ્લેનમાં 6 લોકો હાજર હતા. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા કેટલાક વિડીયોમાં જોવા મળે છે કે, બે વિમાનો ઝડપથી નીચે ઉતરતા પહેલા હવામાં અથડાઈ જાય છે અને વિમાનમાં આગ લાગી જાય છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

 

This is crazy

— James T. Yoder (@JamesYoder) November 12, 2022

 

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. થોડી જ વારમાં દુનિયાભરમાં લાખો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છેકે, કઈ રીતે એક પ્લેન જઈ રહ્યું હોય છે અને તેની પાછળથી અચાનક બીજુ પ્લેન આવે છે અને તેની સાથે અથડાતાં જ બન્ને વિમાનોનાં ફુરચે ફુરચાં ઉડી જાય છે. આ ઘટનામાં એક જ સેકન્ડમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થઈ જાય છે. નજરે જોનારાઓ આ ઘટના બાદ આઘાતમાં સરી પડ્યાં છે.

 

— James T. Yoder (@JamesYoder) November 12, 2022

 

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ જણાવ્યું કે, ડલ્લાસમાં એર શો દરમિયાન બે જૂના યુદ્ધ વિમાનો અથડાયા હતા. ઘટનાની માહિતી મળતા જ ઇમરજન્સી કર્મચારીઓ ડલ્લાસ એરપોર્ટ પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બોઇંગ B-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ અને બેલ P-63 કિંગકોબ્રા બપોરે 1:20 વાગ્યે એકબીજા સાથે અથડાઇને ક્રેશ થઇ ગયા હતા. આ ઘટના સ્મારક એર ફોર્સ વિંગ્સ ઓવર ડલ્લાસ શો દરમિયાન બની હતી. FAA અને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news