Taarak Mehta શોના કારણે આ અભિનેત્રીનું કરિયર થઈ રહ્યું છે બર્બાદ! 'દયાબેન' બનવાના ચક્કરમાં હવે...'

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતાની દયાબેનના રોલ માટે ટીવી અભિનેત્રી કાજલ પિસલનું નામ સામે આવી રહ્યું છે. જોકે, પહેલા કાજલે આ વાતને લઈને કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

Taarak Mehta શોના કારણે આ અભિનેત્રીનું કરિયર થઈ રહ્યું છે બર્બાદ! 'દયાબેન' બનવાના ચક્કરમાં હવે...'

Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીના ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રશંસકો ઘણા વર્ષોથી શોની જાન એટલે કે દયાબેન (દિશા વાંકાણી)ની વાપસીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. દિશાના રોલ માટે ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા. 

એટલું જ નહીં, દિશા પોતે શોમાં પરત ફરવાના છે એવા અહેવાલો આવતા રહે છે. પરંતુ હવે દયાબેન એટલે કે દિશાની વાપસી સાથે વધુ એક અભિનેત્રીનું નામ જોડાયું છે. પરંતુ તે પણ હવે ગ્રહણ થઈ રહ્યું છે. શોમાં દયાબેનના રોલ માટે એક અભિનેત્રીનું ઓડિશન લેવામાં આવ્યું હતું, પરંતુ તે ફિટ ન બેસ્યા. તેથી તેમને ના પાડવામાં આવી છે. હવે જાણીએ કોણ છે આ અભિનેત્રી?

આ અભિનેત્રીને ના આવ્યો મેકર્સનો કોલ
તારક મહેતાની દયાબેનના રોલ માટે ટીવી અભિનેત્રી કાજલ પિસલનું નામ સામે આવી રહ્યું છે. જોકે, પહેલા કાજલે આ વાતને લઈને કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ હવે તેમણે જાતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમણે દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું. 

એક અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં કાજલ પિસલે જણાવ્યું હતું કે, હા... ઓગસ્ટ મહિનામાં મેં દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું. હું હાલમાં કોઈની પણ સાથે આ વિશે જણાવવા માંગતી નહોતી, કારણ કે હું માત્ર ઓડિશન માટે જ ગઈ હતી. ના કે રોલ મળ્યો હતો. એવામાં મારા અને મેકર્સની વચ્ચે કઈ પણ ફાઈનલ થયું નહોતું. ઓડિશન આપ્યા બાદ મેં મેકર્સના ફોનની ખુબ જ રાહ જોઈ હતી, પરંતુ ફોન આવ્યો નથી. મને લાગ્યું હતું કે મારું સિલેક્શન થયું નથી.

આ રોલના કારણે છૂટ્યા અનેક રોલ
કાજલે વધુમાં જણાવ્યું હતું કે, હું દયાબેનનો રોલ તો કરી રહી નથી, પરંતુ આના કારણે બીજા અન્ય ઘણા રોલને ખોઈ બેઠું છું. કારણ કે આના કારણે અમુક પ્રોડક્શન હાઉસ અને કાસ્ટિંગ ડાયરેક્ટરના મનમાં એવું હતું કે હું દયાબેનનો રોલ નિભાવવાની છું, એટલા માટે મને તેમના કામમાં અપ્રોચ કરવામાં આવ્યો નથી. મને આ વાતનો અહેસાસ ત્યારે થયો, જ્યારે અમુક લોકોએ મને ફોન કરીને પુછ્યું કે શું તારક મહેતામાં દયાબેનનો રોલ કરી રહી છું. શું તે આ શો સાઈન કરી દીધો છે? હું તમામને આ ઈન્ટરવ્યૂ મારફતે જણાવવા માંગું છું કે મેં શો સાઈન કર્યો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news