Ukraine ની સરહદે ભયંકર તણાવ વચ્ચે US મદદ માટે મોકલશે 3000 સૈનિકો
અમેરિકાએ સમગ્ર યુરોપમાં વધતી એ આશંકાને વ્યક્ત કરી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુક્રેન પર આક્રમણ કરવા માટે આતુર છે અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) ના પૂર્વ યુરોપમાં નાના સભ્ય દેશ એ વાત અંગે ચિંતિત છે કે આગામી વારો તેમનો હોઈ શકે છે.
Trending Photos
બેલ્જિયમ: સંયુક્ત રાજ્ય અમેરિકા (USA) પૂર્વ યુરોપમાં નાટો ફોર્સનું સમર્થન કરવા માટે 3000 સૈનિકો તૈનાત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ અઠવાડિયે કેરોલિનાના ફોર્ટ બ્રેગથી લગભગ 2000 સૈનિક પોલેન્ડ અને જર્મની મોકલી રહ્યા છે. આ સાથે જ અમેરિકા લગભગ 1000 સૈનિકોની ઈન્ફ્રેન્ટ્રી સ્ટ્રાઈકરની સ્ક્વોડ્રનને જર્મનીથી રોમાનિયા મોકલી રહ્યું છે. બાઈડેન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. યુક્રેનની સરહદ નજીક રશિયાના સૈનિકોના જમાવડાને લઈને રશિયા સાથે અટકેલી વાર્તા વચ્ચે અમેરિકાએ આ પગલું ભર્યું છે.
અમેરિકાએ સમગ્ર યુરોપમાં વધતી એ આશંકાને વ્યક્ત કરી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુક્રેન પર આક્રમણ કરવા માટે આતુર છે અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) ના પૂર્વ યુરોપમાં નાના સભ્ય દેશ એ વાત અંગે ચિંતિત છે કે આગામી વારો તેમનો હોઈ શકે છે.
અત્રે જણાવવાનું કે યુક્રેનની સરહદ નજીક રશિયાના એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ યુક્રેન પર રશિયાના આક્રમણની આશંકા વધી ગઈ છે. જો કે રશિયાના અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું કે આક્રમણ કરવાની રશિયાની કોઈ દાનત નથી. અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે એ વાત જણાવી કે કારણ કે આ સૈન્ય પગલાંની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
આ બધા વચ્ચે બુધવારે એક સ્પેનિશઅખબારમાં પ્રકાશિત લીક દસ્તાવેજથી જાણવા મળ્યું છે કે યુક્રેનની સરહદથી જો રશિયા પાછળ હટવાનો નિર્ણય લે તો યુરોપમાં મિસાઈલની તૈનાતી પર તણાવ ઘટાડવા માટે અમેરિકા તેની (રશિયાના) સાથે એક સંધિ કરવા માટે ઈચ્છૂક હોઈ શકે છે. એલ પેઈસ અખબારે બે દસ્તાવેજ પ્રકાશિત કર્યા છે જે અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) દ્વારા ગત અઠવાડિયે યુરોપમાં એક નવી સુરક્ષા સંધિ માટે રશિયાના પ્રસ્તાવોના જવાબમાં લખાયા હતા.
જો કે અમેરિકાના વિદેશ વિભાગે તેના પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. નાટોએ અન્ય દસ્તાવેજના સંદર્ભમાં કહ્યું કે તેણે કથિત લીક પર ક્યારેય ટિપ્પણી કરી નથી. જ્યારે આ સંદેશ ગત અઠવાડિયે નાટો મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગ દ્વારા મીડિયાને આપેલા નિવેદનને ઘણું ખરું રીતે પ્રદર્શિત કરે છે. તેમણે રશિયાની માંગણીઓ પર 30 દેશોના સૈન્ય સંગઠનનું વલણ દર્શાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે