અમેરિકાએ આપી ભારતને કડક શબ્દોમાં ચેતવણી, નવેમ્બર સુધીમાં બંધ કરો....
ગત મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરમાણુ સંધિમાંથી હટી જવાની જાહેરાત કરી હતી. આ સાથે જ અમેરિકી પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાની પણ જાહેરાત કરી હતી. જે સંધિ થયા બાદ હટાવી લેવાયા હતાં.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાએ ભારત, ચીન સહિત તમામ દેશોને 4 નવેમ્બર સુધી ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરવાનું બંધ કરવા જણાવ્યું છે. આ તારીખ બાદ પણ ઈરાન પાસેથી ઓઈલ ખરીદનારા દેશો સામે આર્થિક પ્રતિબંધો લગાવવાની ધમકી આપી છે અને કહ્યું છે કે આ મામલે જરાય ઢીલ આપવામાં આવશે નહીં. ભારતમાં ઈરાક અને સાઉદી અરબ બાદ સૌથી વધુ ક્રુડ ઓઈલ ઈરાનમાંથી માંગાવવામાં આવે છે. વર્ષ 2017-18ના પહેલા દસ મહિના (એપ્રિલ-જાન્યુઆરી)માં ઈરાનથી 1.84 ટન ક્રુડ ઓઈલ આવ્યું હતું. ગત મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરમાણુ સંધિમાંથી હટી જવાની જાહેરાત કરી હતી. આ સાથે જ અમેરિકી પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાની પણ જાહેરાત કરી હતી. જે સંધિ થયા બાદ હટાવી લેવાયા હતાં.
તે સમયે ટ્રમ્પ પ્રશાસને વિદેશી કંપનીઓને તેમની કોમર્શિયલ ગતિવિધિઓ મુજબ ઈરાની કંપનીઓ સાથે કારોબાર બંધ કરવા માટે 90 થી 180 દિવસનો સમય આપ્યો હતો. હવે અમેરિકા ભારત અને ચીન સહિત તમામ દેશો પર ઈરાનથી ક્રુડ ઓઈલની ખરીદી સંપૂર્ણ પણે બંધ કરવા દબાણ કરી રહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે તમામ દેશોને ચાર નવેમ્બર સુધીમાં ઈરાનથી ક્રુડ ઓઈલની ખરીદી બંધ કરવાનો સમય અપાયો છે. અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારત અને ચીનને ઈરાનથી ક્રુડ ઓઈલની ખરીદી રોકવાનું જણાવાયું છે તો તેમણે કહ્યું કે ચીન અને ભારત પર, હા, નિશ્ચિત પણે.
અધિકારીનું તાત્પર્ય એ હતું કે આ પ્રતિબંધ ભારત અને ચીન ઉપર તથા અન્ય દેશો ઉપર લાગુ થશે. ભારત અને ચીન ઈરાની ક્રુડ ઓઈલના મુખ્ય ઈમ્પોર્ટ્સમાં સામેલ છે. અધિકારીએ કહ્યું કે ભારત અને ચીનની કંપનીઓએ ઈરાનથી ક્રુડ ઓઈલની આયાત બંધ કરવી પડશે નહીં તો 2015 પહેલા લગાવાયેલા પ્રતિબંધોનો ફરીથી સામનો કરવો પડશે. અમે તમામ દેશોને આગ્રહ કરીએ છીએ કે તેઓ ઈરાનથી ક્રુડ ઓઈલની આયાતને શૂન્ય પર લાવે. એક સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ દેશોએ અત્યારથી ઈરાનથી ક્રુડ ઓઈલની આયાત ઓછી કરવી જોઈએ અને ચાર નવેમ્બર સુધીમાં સંપૂર્ણ રીતે બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ ટ્રમ્પ પ્રશાસનની ઈરાનના વિત્તપોષણના સ્ત્રોતને અલગથલગ કરવાની રણનીતિનો ભાગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે