2024 US Election Results: અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ! ટ્રેન્ડમાં મળ્યો બહુમત, જોતા રહી ગયા કમલા હેરિસ
અમેરિકામાં ચૂંટણીની રાત છે. 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ ભરોસાપાત્ર રાજ્યોમાં જીત નોંધાવતા જોવા મળી રહ્યા છે.
Trending Photos
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે! અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યા છે તેણે લગભગ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં 277 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે/આગળ છે. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ મત જરૂરી હોય છે. જ્યારે ટ્રમ્પના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર કમલા હેરિસે 226 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે/આગળ છે.
ટ્રેન્ડમાં બહુમત મેળવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીના અત્યાર સુધીનાં જે ટ્રેન્ડ સામે આવ્યા છે તે મુજબ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત મેળવ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ટ્રમ્પના ફાળે 277 ઈલેક્ટોરલ મત મેળવવાનું અનુમાન છે.
હવે કોઈ યુદ્ધ નહીં થાય- ટ્રમ્પ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે દેશના ઇતિહાસમાં સૌથી મોટી રાજકીય વાપસી નોંધાવતા વ્હાઈટ હાઉસની રેસમાં જીતવા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ચૂંટણીમાં પોતાના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી કમલા હેરિસને હરાવી દીધા છે. ટ્રમ્પે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં પોતાના સંબોધનમાં કહ્યું કે આ અમેરિકાનો સુવર્ણ યોગ હશે. અમેરિકાએ અમને ભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે જંગ અંગે પણ મોટું નિવેદન આપ્યું. ટ્રમ્પે પોતાના તાજા ભાષણ દરમિયાન ઈઝરાયેલ અને યુક્રેન જંગ તરફ ઈશારો કરતા કહ્યું કે હું યુદ્ધ રોકવા જઈ રહ્યો છું. હવે કોઈ યુદ્ધ થવા નહીં દઈએ. આ સિવાય તેમણે પોતાના ગત કાર્યકાળને યાદ કરતા કહ્યું કે અમે ચારની અંદર કોઈ જંગ લડી નથી, જો કે ISIS ને હરાવ્યું હતું.
ત્રીજુ વિશ્વયુદ્ધ થતા રોકીશ
ટ્રમ્પે અમેરિકી સેના અંગે કહ્યું કે અમે અમારી સેનાને વધુ શક્તિશાળી બનાવીશું અને યુદ્ધ ખતમ કરવા ઈચ્છીએ છીએ. તેઓ કહે છે કે મારા રાષ્ટ્રપતિ રહેતા દુનિયામાં કોઈ મોટું યુદ્ધ શરૂ થયું નથી. ચૂંટણી પહેલા જ ટ્રમ્પ યુદ્ધો વિરુદ્ધ બોલતા આવ્યા છે. તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો યુદ્ધ ક્યારેય શરૂ થયું નહોત. હમાસ અને ઈઝરાયેલ વિશે પણ તેમણે કહ્યું કે હું હત તો 7 ઓક્ટોબર જેવા હાલાત પેદા જ ન થાત. હું ત્રીજુ વિશ્વયુદ્ધ થતા રોકીશ. ટ્રમ્પે એમ પણ કહ્યું કે હું અમેરિકી લોકોનો તમારા 47માં અને 45માં રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવવાના અસાધારણ સન્માન માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ અમને અભૂતપૂર્વ અને શક્તિશાળી જનાદેશ આપ્યો છે. અમે સીનેટનું નિયંત્રણ પાછું લીધુ છે. વાહ, આ સારું છે.
પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. આ સાથે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે પોતાના ચાર ફોટા પણ શેર કર્યા છે. પોતાના સંદેશામાં પીએમ મોદીએ ટ્રમ્પના ગત કાર્યકાળની ઉપલબ્ધિઓના વખાણ કરતા ભારત-અમેરિકા સમગ્ર વૈશ્વિક અને રણનીતિક ભાગીદારીને વધુ સશક્ત બનાવે તેવી આશા વ્યક્ત કરી છે.
Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY
— Narendra Modi (@narendramodi) November 6, 2024
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક શુભેચ્છા. જે રીતે તમે તમારા ગત કાર્યકાળની સફળતાઓને આગળ વધારી રહ્યા છો, હું ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક અને રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે આપણા સહયોગને નવીનીકૃત કરવા માટે તત્પર છું. આવો આપણે બધા મળીને આપણા લોકોનું સારું કરવા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને વધારવા માટે કામ કરીએ.
કયું રાજ્ય કોણે જીત્યું
ધ એસોસિએટેડ પ્રેસના લાઈવ પ્રોઝેક્શન્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં ઈન્ડિયાના, કેન્ટકી, વેસ્ટ વર્જિનિયા, ટેનેસી, મિસિસિપ્પી, અલાબામા, ફ્લોરિડા, સાઉથ કેરોલિના અને ઓકલાહોમામાં જીત નોંધાવી છે. જ્યારે કમલા હેરિસે વર્મોટ, ન્યૂ જર્સી, મેસાચુસેટ્સ, રોડ આઈલેન્ડ, કનેક્ટિકટ, ડેલાવેયર, મેરિલેન્ડ, અને ઈલિનોયમાં જીત મેળવી છે.
શું છે સ્વિંગ સ્ટેટ્સના હાલ
મતગણતરીના ટ્રેન્ડ જોઈએ તો 7 સ્વિંગ રાજ્યો એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાદા, ઉત્તરી કેરોલીના, પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિનમાંથી 6માં ડોનાલ્ડ ટ્રમ્પને લીડ મળતી જોવા મળી રહી છે. નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં તેમણે જીત મેળવી લીધી છે. એરિઝોના, મિશિગન, પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિન જેવા સ્વિંગ રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પને લીડ મળતી જોવા મળી રહી છે. સાતમા રાજ્ય નેવાદાના હજું ટ્રેન્ડ આવ્યા નથી.
કેમ મહત્વના છે સ્વિંગ સ્ટેટ્સ
અમેરિકામાં 50 રાજ્યો છે અને તેમાંથી મોટાભાગના દરેક ચૂંટણીમાં એક જ પાર્ટીને મત આપે છે. પરંતુ સ્વિંગ રાજ્યોના ચૂંટણી પરિણામો મહત્વના ગણાય છે કારણ કે આ રાજ્યોમાં મતદારોના મિજાજ બદલાતા રહે છે. એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાદા, નોર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિનમાં બધા મળીને 93 ઈલેક્ટોરલ મત છે. આ સાત રાજ્ય રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવા માટે જરૂરી 270 ઈલેક્ટોરલ મત ઈચ્છતા કોઈ પણ ઉમેદવાર માટે મહત્વનું છે. પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કોન્સિન મળીને એક તિકડી બનાવે છે જેને બ્લ્યૂ વોલ કહે છે. આ 2016માં ટ્રમ્પ સાથે ગઈ હતી પરંતુ 2020માં જો બાઈડેને મામૂલી અંતરથી જીતી હતી.
ક્યાં સુધીમાં આવશે ફાઈનલ પરિણામ
2024ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ મતદાન પૂરું થયાના ગણતરીના કલાકોમાં આવી શકે છે. પરંતુ કઈ પણ પાક્કા પાયે કહી શકાય નહીં. પરિણામ આવવામાં પૂરો દિવસ, સપ્તાહ અને જેમ કે એક કેસમાં થયું હતું તેમ મહિનો પણ લાગી શકે છે.
ઐતિહાસિક ચૂંટણી
જો કમલા હેરિસ આ ચૂંટણી જીતે તો તેઓ અમેરિકાની રાષ્ટ્રપતિ બનનારી પહેલી મહિલા, પહેલી અશ્વેત મહિલા અને દક્ષિણ એશિયન મૂળના પહેલા વ્યક્તિ બની જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે