જીવલેણ કોરોના આગળ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ થયા લાચાર, ના..ના.. કરતા પહેર્યો માસ્ક
કોરોનાકાળમાં માસ્ક ન પહેરવાની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે અને અનેક મોટી મોટી હસ્તીઓ પણ તેની ઝપેટમાં આવી રહી છે. વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોનાએ વર્ષ 2020ના છ મહિના તો આમ જ પૂરા કરી દીધા. આ વધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર માસ્ક પહેરેલા જોવા મળ્યાં. તેમનું માસ્ક પહેરીને ફરવું મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે અગાઉ તેઓ માસ્ક પહેરવાની સતત ના પાડતા હતાં.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાકાળમાં માસ્ક ન પહેરવાની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે અને અનેક મોટી મોટી હસ્તીઓ પણ તેની ઝપેટમાં આવી રહી છે. વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોનાએ વર્ષ 2020ના છ મહિના તો આમ જ પૂરા કરી દીધા. આ વધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર માસ્ક પહેરેલા જોવા મળ્યાં. તેમનું માસ્ક પહેરીને ફરવું મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે અગાઉ તેઓ માસ્ક પહેરવાની સતત ના પાડતા હતાં.
અગાઉ કર્યો હતો ઈન્કાર
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક પહેર્યો તે એટલા માટે ચર્ચામાં છે કરાણ કે કોરોનાકાળમાં જાહેરમાં માસ્ક પહેરાવાની અગાઉ તેઓ સ્પષ્ટ ના પાડતા હતાં. પરંતુ શનિવારે બિલકુલ ઉલટી સ્થિતિ જોવા મળી. ટ્રમ્પ શનિવારે એક હોસ્પિટલની મુલાકાતે હતાં જ્યાં તેઓ માસ્ક પહેરેલા જોવા મળ્યાં.
હોસ્પિટલની મુલાકાતે હતા ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘાયલ સૈનિકોને જોવા માટે વોલ્ટર રીડ પહોંચ્યા હતાં. આ દરમિયાન ટ્રમ્પે ડાર્ક રંગનો ફેસ માસ્ક પહેર્યો હતો. અમેરિકા દુનિયામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં પહેલા નંબરે છે. જેના લીધે એમ પણ કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પને હવે માસ્કનું મહત્વ જણાઈ રહ્યું છે.
In a first, Trump dons mask as US' COVID death toll surpasses 1,34,000
Read @ANI Story | https://t.co/SKgS6l4ILb pic.twitter.com/bLzEZyrlGg
— ANI Digital (@ani_digital) July 11, 2020
માસ્ક પહેરવું સારી વાત-ટ્રમ્પ
જો કે આ અંગે ટ્રમ્પે પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે હું માસ્કની વિરુદ્ધ ક્યારેય નહતો. તેમણે કહ્યું કે 'મને લાગે છે કે જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો, ખાસ કરીને તે સમયે કે જ્યારે તમે અનેક સૈનિકો સાથે વાત કરો છો ત્યારે મને લાગે છે કે માસ્ક પહેરવું ખુબ સારી વાત છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે