Joe Biden એ આપી ચેતવણી, કાબુલ એરપોર્ટ પર આગામી 24થી 36 કલાકમાં થઈ શકે છે વધુ એક આતંકી હુમલો

કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શનિવારે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે આગામી 24થી 36 કલાકની અંદર એરપોર્ટ પર ફરી આતંકી હુમલો થઈ શકે છે.

Joe Biden એ આપી ચેતવણી, કાબુલ એરપોર્ટ પર આગામી 24થી 36 કલાકમાં થઈ શકે છે વધુ એક આતંકી હુમલો

વોશિંગ્ટન: કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શનિવારે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે આગામી 24થી 36 કલાકની અંદર એરપોર્ટ પર ફરી આતંકી હુમલો થઈ શકે છે. તેમણે આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે સૈન્ય કમાન્ડરે તેમને જાણકારી આપી છે કે અમેરિકી સૈનિકો અને નાગરિકો પર આગામી 24થી 36 કલાકમાં વધુ એક ઘાતક આતંકી હુમલો થઈ શકે છે. 

અમેરિકી રાષ્ટ્રપતિએ કાબુલમાં વધુ એક આતંકી હુમલા અંગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે ત્યાંની સ્થિતિ ખુબ ખતરનાક છે અને આતંકી હુમલાનું જોખમ ખુબ વધુ છે. મારા કમાન્ડોઝે મને જણાવ્યું છે કે આગામી 24થી 36 કલાકની વચ્ચે ત્યાં એક વધુ આતંકી હુમલો થઈ શકે છે. 

બાઈડેને કહ્યું કે કાબુલમાં થયેલા હુમલા માટે જવાબદાર લોકો પર આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે મે મારી નેશનલ સિક્યુરિટી ટીમ સાથે બેઠક કરી છે. જેમાં અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસ-કે પર હવાઈ હુમલા અંગે ચર્ચા થઈ. મે તેમને કહ્યું કે કાબુલમાં આપણા સૈનિકો અને નિર્દોષોના જીવ લેનારા આતંકી સંગઠન પર કાર્યવાહી ચાલુ રાખીશું. 

— AFP News Agency (@AFP) August 29, 2021

બાઈડેને કહ્યું કે અફઘાનિસ્તાનના નાંગહાર પ્રાંતમાં ઈસ્લામિક સ્ટેટ-કે પરનો હુમલો છેલ્લો નહતો. અમેરિકી સૈનિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડનારાઓ એ તેની કિંમત ચૂકવવી પડશે. બાઈડેને કાબુલમાં જીવ ગુમાવનારા 13 સૈનિકોને શનિવારે શ્રદ્ધાંજલિ પણ આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news