ફિનલેંડમાં મળ્યા ટ્રમ્પ અને પુતિન, કહ્યુ આપણી પાસે કામ કરવાની વિપુલ તકો

ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની વચ્ચે પહેલા શિખર સમ્મેલનમાં ટ્રમ્પે બંન્ને દેશોની વચ્ચે અસાધારણ સંબંધો અંગે આશા વ્યક્ત કરી છે

ફિનલેંડમાં મળ્યા ટ્રમ્પ અને પુતિન, કહ્યુ આપણી પાસે કામ કરવાની વિપુલ તકો

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે આજે સોમવારે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં મુલાકાત થઇ. અહીના રાષ્ટ્રપતિ ભવનમાં બંન્ને નેતાઓની વચ્ચે ઘણા મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા થઇ. આ ઐતિહાસિક અને પહેલી શિખર વાર્તાની શરૂઆતમાં ટ્રમ્પે ફીફા વર્લ્ડ કપના સફળ આયોજન માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને શુભકામના આપી.

શિખિર વાર્તા બાદ બંન્ને નેતા મીડિયાની સામે આવ્યા. ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે વાત કરવા માટે ખુબ જ સારી બાબત છે. ચીન સાથે વ્યાપારથી સૈન્ય સુધી, મિસાઇલથી માંડીને પરમાણુ સુધી,  આપણે તમામ બાબતો પર ચર્ચા કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમારા પારસ્પરિક મિત્ર છે. અમે તે મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ. વ્લાદિમીર પુતિને કહ્યું કે, અમારી પાસે એક મોટો અવસર છે. સાચુ કહુ તો અમે ગત્ત ઘણા વર્ષોથી યોગ્ય રીતે મળી નથી રહ્યા. 

શિખર વાર્તા પહેલા ટ્રમ્પે નેયહા નાશ્તા પર ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાઉલી નીનિસ્ટો સાથે મુલાકાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને અમેરિકરાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે અહી પહોંચ્યા હતા. તેમણે શિખર સમ્મેલનની મેજબાની સ્વરૂપે નીનિસ્ટોની મેહમાનનવાજીનો આભાર વ્યક્ત કર્યો અને નાટોમાં તેમની ભુમિકાની સરાહના કરી હતી. 

ટ્રમ્પે કહ્યું કે, થોડા દિવસો પહેલા અમારી વચ્ચે એક સારી બેઠક યોજાઇ હતી, તે પૈકી કેટલાક લોકો અહીં હતા, અહી એક સફળ બેઠક રહી હતી.  નાટો ક્યારે એક સાથે નથી રહ્યા. લોકો ચુકવણી માટે સંમત થયા છે. તેઓ વધારે ઝડપથી ચુકવણી કરી રહ્યા છે. અને તે કદાચ આજથી પહેલા ક્યારે પણ એટલા વધારે મજબુત નહોતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news