માત્ર એક ડોઝ કોરોનાથી બચાવશે, અમેરિકામાં Johnson & Johnson ની વેક્સિનને મળી મંજૂરી

અમેરિકામાં ત્રીજી વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શનિવારે જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson) ની વેક્સિનને મંજૂરી આપી છે. J&J ની વેક્સિન બેની જગ્યાએ માત્ર એક ડોઝ અસરકારક છે. 

માત્ર એક ડોઝ કોરોનાથી બચાવશે, અમેરિકામાં Johnson & Johnson ની વેક્સિનને મળી મંજૂરી

વોશિંગટનઃ Moderna અને Pfizer બાદ હવે અમેરિકામાં ત્રીજી વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શનિવારે જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson) ની વેક્સિનને મંજૂરી આપી છે. J&J ની વેક્સિન બેની જગ્યાએ માત્ર એક ડોઝ અસરકારક છે. અમેરિકામાં પાંચ લાખથી વધુ લોકોના મૃત્યુ કોરોનાને કારણે થઈ ચુક્યા છે અને વેક્સિનેશનને ઝડપી બનાવવા એવી વેક્સિનની રાહ જોવાતી હતી, જેનો એક ડોઝ અસરકારક હોય. 

ઝડપી વેક્સિનેશનની આશા
FDA ની પેનલે એકમતથી વેક્સિનને ક્લિયર કરી અને કહ્યું કે વેક્સિન ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર અને મોતની આશંકાને ઓછી કરવામાં અસરકારક સાબિત થઈ છે. તેનાથી શરીરમાં સુરક્ષા પેદા થતી જોવા મળી છે. ત્રીજી વેક્સિન મળવાથી વેક્સિનેશન પ્રોગ્રામમાં તેજી આવવાની આશા વધી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે હવે દેશમાં દરેક વ્યસ્કને વેક્સિનેટ કરી શકાશે. 

ગંભીર સાઇડ ઇફેક્ટ નહીં
J&J ની વેક્સિનની ટ્રાયલ ત્રણ મહાદ્વીપોમાં કરવામાં આવી હતી. અમેરિકામાં ગંભીર બીમારી વિરુદ્ધ  85.9%, દક્ષિણ આફ્રિકામાં 81.7 ટકા, અને બ્રાઝિલમાં  87.6% સુરક્ષિત જોવા મળી છે. ખાસ વાત છે કે આ દેશોમાં વાયરસના નવા સ્ટ્રેન મળ્યા છે જે ચિંતાનું કારણ બનેલા છે. આ સ્ટ્રેન પહેલાના મુકાબલે વધુ સંક્રામક છે. ટ્રાયલમાં માત્ર 2.3 ટકા ગંભીર સાઇડ ઇફેક્ટ જોવા મળી. તે માટે adenovirus ની મદદથી પ્રોટીનને શરીરમાં પહોંચાડવામાં આવે છે, જેથી ઇમ્યૂન રિસ્પોન્સ પેદા થાય છે. 

હાલના અંદાજ પ્રમાણે જૂનના અંત સુધી 10 કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે પરંતુ J&J એ કહ્યું કે, આ મહિનાની શરૂઆતમાં 30થી 40 લાખ ડોઝ તત્કાલ ઉપલબ્ધ થઈ શકે છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને એફડીએની મંજૂરીને અમેરિકા માટે ઉત્સાહજનક સમાચાર ગણાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news