કોલ્ડ વોર 2.0: એક તરફ અમેરિકા અને સહયોગી, બીજી તરફ ચીન-રશિયા, ગેમ શરૂ
કોરોનાના સંકટ વચ્ચે આ સ્થિતિ એક શીત યુદ્ધની છે. જેમાં એક તરફ અમેરિકા અને તેના સહયોગી છે અને બીજી તરફ ચીન અને રશિયા. અહાં સંદેહ, શત્રુતા અને આક્રમકતાની સાથે હિંસા વિના સેનાઓમાં હલચલ શરૂ થઇ ગઇ છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના સંકટ વચ્ચે આ સ્થિતિ એક શીત યુદ્ધની છે. જેમાં એક તરફ અમેરિકા અને તેના સહયોગી છે અને બીજી તરફ ચીન અને રશિયા. અહાં સંદેહ, શત્રુતા અને આક્રમકતાની સાથે હિંસા વિના સેનાઓમાં હલચલ શરૂ થઇ ગઇ છે. 1945 થી 1980ના દાયકાના અંત સુધી ચાલનાર આ શીત યુદ્ધના માપદંડ વિશેષતાઓ આ જ રહી છે. અત્યાર સુધી અમેરિકા ચીનની વિરૂદ્ધ પોતાનો સહયોગ વધારી રહ્યો છે. અમેરિકાના સહયોગી ઓસ્ટ્રેલિયા પ્રભાવી રીતે ચીન સાથે વ્યાપાર સંબંધ તોડવાની તરફ વધી રહ્યું છે. તેમછતાં તેના ચીન, ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું નિર્યાત બજાર છે.
ચીનમાં 30 ટકા નિર્યાત ઓસ્ટ્રેલિયા કરે છે, જે તેની GDP ના 7 ટકા છે. ચીની વિદ્યાર્થી અને પર્યટક ઓસ્ટ્રેલિયાને ખૂબ સારો બિઝનેસ આપે છે. ચીન દરેક વસ્તુનો લાભ ઉઠાવી રહ્યા છે. વડાપ્રધાન સ્કોટ મોરિસનના કોરોના વાયરસ પ્રકોપ વ્યાપક તપાસની માંગ બાદ હવે ચીને ઓસ્ટ્રેલિયાથી બીફ અને જૌ ની આયાત અટકાવી દીધી છે.
જોકે, ઓસ્ટ્રેલિયા પોતાની વાત પર હજુ પણ યથાવત છે. ત્યારબાદ આવે છે જાપાન. જાપાના મુખ્ય કેબિનેટ સચિવે ચીનમાં ઉઇગરો વિશે વાત કરી છે. એક પત્રકાર પરિષદમાં જ્યારે જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિદિહે સુગા સાથે ઉઇગરો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેમણે કહ્યું કે ટોક્યો ચીનને નજીકથી જોઇ રહ્યું છે.
ટ્રમ્પે ભલે પોતાના યૂ-ટર્ન માટે જાણિતા હોય, પરંતુ હાલ થોડા દિવસોથી તે ચીન પર ખૂબ આક્રમક થઇ રહ્યું છે. ગુરૂવારે એક ઇન્ટરવ્યું દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન સાથે અમેરિકાના રાજનયિક સંબંધોને ખતમ કરવાની ધમકી આપી. ટ્રમ્પે કોરોના વાયરસ મહામારી માટે ચીનના દોષી ગણાવ્યું અને અને કહ્યું કે તે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવા માંગતા નથી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયને એક મિશ્ર પ્રતિક્રિયા આપી. પરંતુ જ્યારે વિરોધીઓ સાથે તાઇવાનનું નામ જોડ્યું તો તે ભડકી ગયા.
તાજેતરમાં જ અમેરિકન સચિવ માઇક પોમ્પિઓએ સાત દેશોના વિદેશ મંત્રીઓ સાથે એક વીડિયો કોન્ફ્રરન્સ કરી. તેનો હેતું તેમને ચીનના વિરોધમાં લાવવું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વાતચીત 75 મિનિટ સુધી ચાલી, જેમાં અમેરિકાએ ચીનની આપૂર્તિ શૃંખલાઓ પુનર્ગઠન અને વિશ્વ વેપાર પર ચીન દ્વારા વર્ચસ્વને ખતમ કરવા પર ભાર મુક્યો. સોમવારે ટકરાવ વધી ગયો છે. કારણ કે આ દિવસે WHO ના સભ્ય વર્લ્ડ હેલ્થ એસેંબલી માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુલાકાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે