સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઓસામાના પુત્ર હમઝાનું નામ પ્રતિબંધની યાદીમાં સામેલ કર્યું

આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા બાદ હમઝા પર યાત્રા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અને તેની સંપત્તિઓ પણ જપ્ત કરી લેવામાં આવશે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઓસામાના પુત્ર હમઝાનું નામ પ્રતિબંધની યાદીમાં સામેલ કર્યું

સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અમેરીકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં મૃત્યું થયેલા અલકાયદા સરગના ઓસામા બીન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનું નામ તેમની પ્રતિબંધિત યાદીમાં સામેલ કરી લીધું છે. અલકાયદામાં હાલની સરગના એમન અલ જવાહિરીના સોથી સંભવિત ઉત્તરાધિકારીના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. 

આ સૂચીમાં સામેલ કર્યા બાદ હવે હમઝા પર યાત્રા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, તેની સંપત્તિઓને પણ જપ્ત કરી લેવામાં આવશે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 આઇએસઆઇએસ અને અલકાયદા પ્રતિબંધ સમિતિને ગુરુવારે 29 વર્ષીય હમઝાનું નામ પ્રતિબંધીત યાદીમાં સામેલ કરી લીધું છે. એ જ દિવસે અમેરિકાએ હમઝા અંગે માહિતી આપનારને 10 લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. સાઉદી અરબે પણ શુક્રવારે જાહેરાત કરી કે તેમણે પણ હમઝાની નાગરિકતા રદ્દ કરી દીધી છે.

અભિનંદને તોડી પાડ્યું હતું તે F-16ના PAK પાઈલટને ભારતીય સમજીને ભીડે મારી નાખ્યો?

શું કહેવું છે, સુરક્ષા પરિષદનું ?
15 સભ્યોની સુરક્ષા પરિષદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અલ જવાહીરીએ જાહેરાત કરી છે, કે સઉદી અરબમાં જન્મા હમઝા અલકાયદાનો એક મહત્વનો સભ્ય છે. 

પરિષદે કહ્યું કે હમઝાએ અલકાયદાના સભ્યો સાથે આતંકવાદી હુમલો કરવાનું આહવાન કર્યું છે, તેને અલ ઝવાહિરીનો સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યો છે.

વિંગ કમાન્ડર અભિનંદન સાથે ઊભેલા આ મહિલા છે ખુબ ચર્ચામાં, તેમના વિશે ખાસ જાણો

પ્રતિબંદ સમિતિ દ્વારા પ્રતિબંધ લગાવામાં આવ્યા બાદ તમામ દેશોમાં સંબંધિત વ્યક્તિ અથવા સંગઠનોના કોષ અથવા અન્ય નાણાંકીય સંપતિ અને આર્થિક સંસાધન જપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news