US President Joe Biden Inauguration: અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા જો બાઈડેન, કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ

અમેરિકા માટે આજનો દિવસ ખુબ મહત્નવો છે. જો બાઈડેન (Joe Biden) આજે 46મા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે લીધા છે. તો કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થી ગઈ છે.

US President Joe Biden Inauguration: અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા જો બાઈડેન, કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ

વોશિંગટનઃ  અમેરિકા માટે આજનો દિવસ ખુબ મહત્નવો છે. જો બાઈડેન (Joe Biden) આજે 46મા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે લીધા છે. તો કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થી ગઈ છે.  6 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ વોશિંગટન ડીસીમાં આકરી સુરક્ષા છે. આશરે 25 હજાર નેશનલ ગાર્ડ અમેરિકાની રાજધાનીમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં શપથ ગ્રહણના તમામ અપડેટ પર અમારી સાથે જોડાયેલા રહો...

હું બધાની પ્રગતિ અને રક્ષા માટે છુંઃ બાઈડેન
રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યુ કે, અમે જિંદગીમાં ઘણા પડકારો જોયા છે. અમેરિકામાં બધાને સન્માન મળશે. અમેરિકાની સેના સશક્ત છે. દરેક પડકાર માટે તૈયાર છે. હું અમેરિકાના બધા લોકોનો રાષ્ટ્રપતિ છું. હું તેમનો પણ રાષ્ટ્રપતિ છું જેણે મને મત આપ્યો નથી. હું બધાની પ્રગતિ અને બધાની રક્ષા માટે છું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે, આજે આપણે એક ઉમેદવાર જ નહીં પરંતુ લોકતંત્રની જીતનો જશ્ન મનાવી રહ્યાં છીએ. લોકોને સાંભળવામાં આવ્યા છે. આપણે ફરી શીખ્યા છીએ કે લોકતંત્ર અણમોલ છે, લોકતંત્ર પ્રબળ છે. જો બાઈડેને કહ્યુ કે, મને ખ્યાલ છે કે આપણે વિભાજીત કરનારી શક્તિ પણ છે અને તે વાસ્તવિક છે. પરંતુ મને તે પણ ખ્યાલ છે કે તે નવું નથી. આપણો ઈતિહાસ એક નિરંતર સંઘર્ષ રહ્યો છે. 

પ્રધાનમંત્રી મોદીએ આપ્યા અભિનંદન
અમેરિકાના નવા રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ એક બાદ એક એમ ત્રણ ટ્વીટ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં ભારત-અમેરિકા સંબંધની વાત પણ કરી છે. 

— Narendra Modi (@narendramodi) January 20, 2021

અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા જો બાઈડેન

— ANI (@ANI) January 20, 2021

કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લીધા
કમલા હેરિસે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે શપથ લીધા છે. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા છે. આ સાથે તેમણે ઈતિહાસ રચી દીધો છે. 

— WION (@WIONews) January 20, 2021

કમલા હેરિસના ગૃહનગર ભારતમાં ઉજવણીનો માહોલ

— ANI (@ANI) January 20, 2021

ફ્લોરિડા પહોંચ્યા ટ્રમ્પ
વાઇટ હાઉસથી વિદાય લેનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા પહોંચી ગયા છે. તેઓ થોડા સમય પહેલા વોશિંગટનથી રવાના થયા હતા. ત્યાં તેમણે લોકોને છેલ્લીવાર સંબોધિત કર્યા હતા. 

— CSPAN (@cspan) January 20, 2021

માઇક પેંસ શપથ સમારોહમાં પહોંચ્યા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે. તેઓ પોતાની પત્ની કેરેન પેન્સની સાથે કેપિટલ હિલ પહોંચી ગયા છે. 

— ANI (@ANI) January 20, 2021

પત્ની માટે જો બાઈડેને કર્યુ ટ્વીટ

— Joe Biden (@JoeBiden) January 20, 2021

બાઈડેન અને કમલા હેરિસ કેપિટલ હિલ પહોંચ્યા
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ શપથ ગ્રહણ સમારોહ માટે કેપિટલ હિલ પહોંચી ગયા છે. હવે થોડા સમયમાં શપથ સમારોહ શરૂ થશે. 

— ANI (@ANI) January 20, 2021

ખાલી કરાવવામાં આવી સુપ્રીમ કોર્ટ
બોમ્બની ધમકી બાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટને ખાલી કરાવવામાં આવી છે. સીએનએન પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે. 

કેપિટલ હિલ પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા

— ANI (@ANI) January 20, 2021

શપથ પહેલા બાઈડેને કર્યુ ટ્વીટ
રાષ્ટ્રપતિ પદના શપથ લેવા પહેલા જો બાઈડેને ટ્વીટ કર્યુ છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં આજે નવો દિવસ છે. 

— Joe Biden (@JoeBiden) January 20, 2021

ટ્રમ્પે લોકોને કર્યા સંબોધિત
લોકોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, છેલ્લા 4 વર્ષ શાનદાર રહ્યા. આપણે એક સાથે ઘણું હાસિલ કર્યું. હું મારા પરિવાર, મિત્રો અને સ્ટાફનો આભાર માનુ છું. આ પરિવારે કેટલું કામ કર્યું છે તે લોકોને ખ્યાલ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, આપણે દુનિયાના મહાન દેશ અને ઇકોનોમી રહ્યા. કોરોના મહામારીએ ખુબ નુકસાન કર્યું, પરંતુ આપણે 9 મહિનામાં કોરોનાની રસી બનાવી લીધી. ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, હું તમારા માટે લડીશ. હું જોઈશ. આ દેશનું ભવિષ્ય આનાથી સારૂ નથી રહ્યું. હું નવી સરકારને શુભેચ્છા આપુ છું. 

વાઇટ હાઉસમાંથી ટ્રેમ્પે લીધી વિદાય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસમાંથી વિદાય લીધી છે. તેઓ છેલ્લીવાર એરફોર્સ વિમાનમાં સવાર થયા. ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા માટે રવાના થયા છે. 

— ANI (@ANI) January 20, 2021

ચીફ જસ્ટિસ જોન રોબર્ટ અપાવશે શપથ
મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ જો બાઈડેનને પદ અને ગોપનીયતાના શપથ અપાવશે. શપથ ગ્રહણ કાર્યક્રમ 11 કલાકે શરૂ થઈ જશે. જે સમયે બાઈડેન શપથ લેશે તે સમયે ભારતમાં રાત્રે 11 વાગ્યા હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news