Corona: ભારતમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિ આપણા બધા માટે ખતરાની ઘંટી, જાણો કોણે કહ્યું? 

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યાં મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ કેસ અને 2.26 લાખથી વધુ મોત થયા છે. ગત અઠવાડિયે તો સમગ્ર દુનિયામાં જેટલા કેસ નોંધાયા તેમાંથી 46 ટકા કેસ ભારતના છે. એ જ રીતે કુલ મોતના 25 ટકા મોત ભારતમાં થયા. 

Corona: ભારતમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિ આપણા બધા માટે ખતરાની ઘંટી, જાણો કોણે કહ્યું? 

ન્યૂયોર્ક: યુનિસેફના પ્રમુખ હેનરીટા ફોરે કહ્યું છે કે ભારતમાં કોવિડ-19ની દુ:ખદ અને ભયાનક સ્થિતિ સમગ્ર દુનિયા માટે ખતરાની ઘંટી છે. જેને લઈને તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતની મદદ કરવા માટે કહ્યું છે. આ બાજુ કોવિડ-19ને પહોંચી વળવામાં મદદ ક રવા માટે હાલમાં જ યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (Unicef) એ ભારતને સર્જિકલ માસ્ક સહિત જીવન સુરક્ષા સંલગ્ન અનેક ચિકિત્સા ઉપકરણ પણ મોકલ્યા છે. 

સમગ્ર દુનિયા પર થશે અસર
યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર હેનરીટા ફોરે મંગળવારે કહ્યું કે ભારતમાં કોવિડ-19ના કારણે પેદા થયેલી આ દુ:ખદ સ્થિતિ આપણા બધા માટે ખતરાની ઘંટી છે. જ્યાં સુધી દુનિયા ભારતની મદદ નહીં કરે ત્યાં સુધી માત્ર આ ક્ષેત્રનમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં વાયરસના કારણે થનારા મોત, વાયરસના મ્યૂટેશન, સપ્લાયમાં થતા વિલંબના સમાચાર સામે આવતા રહેશે. અત્રે જણાવવાનું કે દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલુ છે અને તેના કારણે છેલ્લા કેટલાક દિવસથી સંક્રમણના રોજેરોજ લાખો કેસ અને આજે તો 4 હજારથી વધુ મોત નોંધાયા છે. 

ગત અઠવાડિયામાં દેશમાં નોંધાયા દુનિયાના 46 ટકા કેસ
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યાં મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ કેસ અને 2.26 લાખથી વધુ મોત થયા છે. ગત અઠવાડિયે તો સમગ્ર દુનિયામાં જેટલા કેસ નોંધાયા તેમાંથી 46 ટકા કેસ ભારતના છે. એ જ રીતે કુલ મોતના 25 ટકા મોત ભારતમાં થયા. 

દક્ષિણ એશિયા માટે યુનિસેફના ક્ષેત્રીય નિદેશક જ્યોર્જ લારિયા-અદજેઈ(George Laryea-Adjei) એ એક નિવેદનમાં કહ્યું કે આ ભારે તબાહીને રોકવા માટે તત્કાળ કાર્યવાહી અને દ્રઢ નેતૃત્વની જરૂર છે. તેમણે કહ્યું કે 'આ તબાહીને રોકવા માટે સરકારોએ એ બધુ જ કરવું જોઈએ, જે તેમના સામર્થ્યમાં છે. આ સાથે જ જે ભાગીદાર દેશ તેમને મદદ કરી શકે છે તેમણે તત્કાલ મદદ મોકલવી જોઈએ. આ ભયાનક સ્થિતિને રોકવા માટે  આંતરરાષ્ટ્રીય સમુદાયે કોઈ પણ વિલંબ કર્યા વગર પગલું ભરવું જોઈએ. આમ કરવું માત્ર નૈતિક જરૂરિયાત નથી પરંતુ આ સ્થિતિ સમગ્ર દક્ષિણ એશિયા માટે ઘાતક છે.'

અત્રે જણાવવાનું કે દક્ષિણ એશિયામાં રસીકરણના આંકડા ખુબ ઓછા છે જે આખા રીજનમાં વાયરસના ફેલાવાની આશંકાને વધારે છે. માલદીવ અને ભૂટાનને બાદ કરતા અત્યાર સુધી ક્ષેત્રના લગભગ તમામ દેશોમાં 10માંથી 1 કરતા પણ ઓછા લોકોને રસી મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news