સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને મોટો ફટકો, કાશ્મીર પર ખુલ્લી ચર્ચાની માગણી ફગાવી

કલમ-370 દૂર કરાયા પછી જમ્મુ-કાશ્મીરના મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવાના પાકિસ્તાનના પ્રયાસોને મોટો ફટકો લાગ્યો છે 
 

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને મોટો ફટકો, કાશ્મીર પર ખુલ્લી ચર્ચાની માગણી ફગાવી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરાયા પછી આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવાના પાકિસ્તાનના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. હવે, સંયુક્ત રાષ્ટ્રમાં પણ તેને નિરાશા સાંપડી છે. સંયુક્ત રાષ્ટ્રએ આ મુદ્દા પર ખુલ્લી ચર્ચા કરવાની પાકિસ્તાનની માગણીને ફગાવી દીધી છે. શુક્રવારે સાંજે 7.30 કલાકે આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ચીનના આગ્રહ પર અનૌપચારિક બેઠક માટે સહમત થઈ હતી. જોકે તેની શરત બંધબારણે ચર્ચા કરવાની હતી. 

તેના હદલે પાકિસ્તાને કહ્યું કે, આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના ખુલ્લા મંચ પર ચર્ચા થાય, જેથી તેને પોતાના પ્રોપેગેંડાને પ્રચારિત-પ્રસારિત કરવાની તક મળે. જોકે, સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનની આ માગ ફગાવી દીધી છે. 

પાકિસ્તાને શા માટે ખુલ્લી ચર્ચાની કરી છે માગ?
સુરક્ષા પરિષદ આ મુદ્દે અનૌપચારિક બેઠક યોજશે, જેમાં સુરક્ષા પરિષદના 15 સઊભ્યો સિવાયના અન્ય સભ્યોને સામેલ કરાતા નથી. આ બેઠક પરિષદની ચેમ્બરમાં નહીં યોજાતી, પરંતુ દૂર એક બંધ રૂમમાં યોજાય છે. સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં ચીને 'ઈન્ડિયા પાકિસ્તાન ક્વેશ્ચન' અંતર્ગત ચીને આ બેઠકનો પ્રસ્તાવ મુક્યો છે. જેમાં 'કાશ્મીર'નો ઉલ્લેખ નથી. 

બંધ બારણે યોજાયેલી આ પ્રકારની બેઠકનો કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી કે તેનું કોઈ પ્રેસનોટ આપવામાં આવતી નથી. પત્રકારોને પણ તેનું કવરેજ કરવાની મંજુરી હોતી નથી. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news