Ukraine Russia Crisis: યુક્રેન પર પુતિને કરેલી જાહેરાતથી અમેરિકા લાલઘૂમ, રશિયા પર લીધો આ મોટો નિર્ણય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પૂર્વ યૂક્રેનના ડોનેત્સ્ક અને લુંગસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણય બાદ યૂક્રેન સાથે વિવાદ વધી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પૂર્વ યૂક્રેનના ડોનેત્સ્ક અને લુંગસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણય બાદ યૂક્રેન સાથે વિવાદ વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકાઓ પ્રબળ બની ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને બંને દેશો પર પ્રતિબંધ લગાવવા અંગેના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બેઠક પણ થઈ રહી છે.
અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પરિસ્થિતિ જોતા મોટો નિર્ણય લીધો છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે રશિયાને આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ બદલ અનેક પ્રકારે મળતા ફાયદાથી વંચિત કરવા માટે એક એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ યૂક્રેન સહિત અન્ય સહયોગીઓ સાથે પણ સતત વાતચીત કરી રહ્યા છીએ.
I have signed an Executive Order to deny Russia the chance to profit from its blatant violations of international law. We are continuing to closely consult with Allies and partners, including Ukraine, on next steps. pic.twitter.com/ZS81ivAPgs
— President Biden (@POTUS) February 22, 2022
બંને દેશો સાથે વેપાર અને રોકાણ પર લગાવ્યો પ્રતિબંધ
મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકાએ ડોનેત્સ્ક અને લુહાંસ્ક પર જે પ્રતિબંધો લગાવ્યા છે તેમાં અમેરિકાના લોકો દ્વારા આ વિસ્તારો પર કોઈ પણ પ્રકારનું રોકાણ, વેપાર વગેરે કરાશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું કહેવું છે કે રશિયાએ મિન્સ્ક સંધિનો ભંગ કર્યો છે. તેનાથી યૂક્રેનની શાંતિ, સ્થિરતા અને ત્યાંની પરંપરાઓ માટે જોખમ પેદા થયું છે.
અમેરિકાએ કરી હતી પ્રતિબંધ લગાવવાની જાહેરાત
અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે અમેરિકા અને તેના સહયોગીઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે બેઠક કરવાનો પણ આગ્રહ કર્યો હતો. રશિયા દ્વારા યૂક્રેનના બે વિસ્તારોને નવા દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત બાદ અમેરિકાએ કહ્યું હતું કે તે યૂક્રેનથી અલગ થયેલા આ ક્ષેત્રો પર કડક પ્રતિબંધ લગાવશે. અમેરિકાએ ડોનેત્સ્ક અને લુહાંસ્કને સ્વતંત્ર જાહેર કરવાની રશિયાના નિર્ણયની આકરી ટીકા કરી.
યુક્રેનની અખંડિતતા માટે જોખમ
સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકાના રાજદૂત લિંડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે યૂક્રેનના જે 2 વિસ્તારોને અલગ દેશ તરીકે માન્યતા અપાઈ છે તે વિસ્તારોને રશિયા દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. રશિયાના આ પગલાંથી યૂક્રેનની અખંડિતતા માટે જોખમ પેદા થયું છે. અમેરિકા યૂક્રેન દ્વારા UNSC ની બેઠક બોલાવવાની માગણીનું પણ સમર્થન કરે છે. આશા છે કે UNSC રશિયાને યૂક્રેનને રિસપેક્ટ આપવાની માગણી કરશે. તેમણે કહ્યું કે રશિયાની આ કાર્યવાહી મિન્સ્ક સંધિ અને UNSC ના 2015માં થયેલા સંકલ્પનો ભંગ છે.
તેમણે રશિયાની આ જાહેરાતની ટીકા કરી અને જોખમ ગણાવ્યું. યુએનના દરેક સભ્ય દેશ એવું વિચારી રહ્યા છે કે હવે આગળ શું થશે. રશિયાનું આ પગલું પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે લેવાયેલા એક આંતરરાષ્ટ્રીય નિર્ણય જેવું છે. અમે બધા હાલ યૂક્રેનની પડખે છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે