બ્રિટનમાં BBC ના લાઇવ રેડિયો શોમાં કોલરે PM મોદીના માતાને આપી ગાળ, લોકોમાં ગુસ્સો

BBC Radio Show Caller Abuses PM Modi Mother: બ્રિટનમાં બીબીસીના શો દરમિયાન પીએમ મોદીના માતાને અપશબ્દ કહેવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો ઓડિયો વાયરલ થયા બાદ લોકો ખુબ ગુસ્સામાં છે અને બીબીસી પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યાં છે. 

બ્રિટનમાં BBC ના લાઇવ રેડિયો શોમાં કોલરે PM મોદીના માતાને આપી ગાળ, લોકોમાં ગુસ્સો

લંડનઃ બ્રિટનમાં બીબીસી એશિયન નેટવર્કના 'બિગ ડિબેટ' રેડિયો શો દરમિયાન એક વક્તાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના માતા માટે અપશબ્દો કહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બબાલ શરૂ થઈ છે. બ્રિટનમાં રહેતા શીખો અને ભારતના લોકો પ્રત્યે જાતીય ભેદભાવ પર આયોજીત ડિબેટમાં પૂરી ચર્ચા ભારતમાં ચાલી રહેલા કિસાનોના પ્રદર્શન પર આવી ગઈ. 

શો દરમિયાન એક કોલરે પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબેન મોદી વિરુદ્ધ અપશબ્દો કહ્યા. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરી આકરી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણા લોકો આ બીબીસીના રેડિયો શોના પ્રસ્તુતા અને સંગઠન બન્નેની ટીકા કરી રહ્યા છે. તેઓ કરી રહ્યા છે કે બીબીસીએ આ વિવાદાસ્પદ કોમેન્ટને ઓન એર જવા દીધી. 

બીબીસીએ આ અપમાનજકન ભાષા માટે જવાબ આપવો જોઈએ
કિરન બલખિયાએ કહ્યુ કે, બીબીસી આ વાત માટે માફી માંગશે કે તેણે પોતાના કાર્યક્રમમાં લોકોને સામેલ થતા પહેલા તેની તપાસ કરી નથી? આ પ્રકારની ભાષા એક સન્માનિત સંસ્થા માટે બની નથી. નંદિનીએ લખ્યુ કે, બીબીસી અહીં પર શું પ્તોત્સાહન આપી રહ્યું છે. આ ખુબ ગંભીર મુદ્દો છે અને બીબીસીએ આ અપમાનજનક ભાષા અને પીએમ મોદીના માતા પર ખરાબ કોમેન્ટ માટે જવાબ આપવો જોઈએ. 

અમન દૂબેએ લખ્યુ, આ શરમજનક કૃત્ય છે. પીએમ મોદીના માતાને બીબીસીના રેડિયો શો પર ગાળ આપવામાં આવી. આ ઓડિયો વાયરલ થયા બાદ ટ્વિટર પર બાયકોટ બીબીસી ટોપ ટ્રેન્ડમાં પહોંચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો ચીનની જેમ ભારતમાં પણ બીબીસી પર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યાં છે. આ ઘટના પર બીબીસીએ હજુ પ્રતિક્રિયા આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news