બે વર્ષના બાળકના નિર્દોષ તોફાનથી માતા પિતા સ્તબ્ધ, આંખે આવી ગયા અંધારા
બાળકોના નિર્દોષ તોફાન કોને ન ગમે. પરંતુ ક્યારેક આ તોફાનો માતા પિતા માટે ભૂકંપ જેવા પણ સાબિત થતા હોય છે.
Trending Photos
બાળકોના નિર્દોષ તોફાન કોને ન ગમે. પરંતુ ક્યારેક આ તોફાનો માતા પિતા માટે ભૂકંપ જેવા પણ સાબિત થતા હોય છે. આવો જ એક કિસ્સો બન્યો છે અમેરિકાના યૂટા રાજ્યમાં. પુત્રની હરકતથી માતા પિતા સાવ અવાક બની ગયાં. વાત જાણે એમ બની કે પોતાની કમાણીમાંથી માતા પિતાએ અમુક રકમ કોઈ ખાસ હેતુ માટે બચાવીને રાખી હતી. તેમના બે વર્ષના બાળકે તે પૈસાનો ચૂરો બનાવી નાખ્યો.
ફૂટબોલ સીઝનની ટિકિટ ખરીદવાના હતા
યૂટામાં રહેતા બેન અને જેકી બેલનાપે ખાસ હેતુસર 1060 ડોલર (78551) રૂપિયા ભેગા કર્યા હતાં. આ પૈસાનું બંનેએ ફૂટબોલ સીઝનની ટિકિટ ખરીદવાનું પ્લાનિંગ કર્યું હતું. યુએસએ ટુડેના રિપોર્ટ મુજબ બેન અને જેકી બેલનાપે ફૂટબોલ સીઝનની ટિકિટ માટે એક વર્ષ સુધી બચત કરીને આ રકમ ભેગી કરી હતી. પરંતુ તેમના પુત્રે આ રકમનો ચૂરો કરી નાખ્યો.
So me and my wife had been saving up to pay for our @Utah_Football tickets in cash. We pulled our money out yesterday to pay my mom for the season... Well we couldn’t find the envelope until my wife checked the shredder. Yup. 2 year old shredded $1,060. pic.twitter.com/93R9BWAVDE
— BB (@Benbelnap) October 2, 2018
કાગળ કાપવાની મશીનમાં નાખી દીધુ કવર
બેન અને જેકીના પુત્ર લિયોના હાથમાં તે કવર આવી ગયું જેમાં પૈસા રાખ્યા હતાં. ત્યારબાદ તેમણે પૈસા ભરેલુ તે કવર કાગળ કાપવાની મશીનમાં નાખી દીધુ. મશીને ચલણી નોટોના નાના નાના ટુકડા કરી નાખ્યાં. દંપત્તિએ જણાવ્યું કે 1060 ડોલરથી ભરેલું કવર ગત અઠવાડિયે ગાયબ થઈ ગયું હતું. તેમણે તેને જોયું નહીં અને લિયોએ તેને મશીનમાં નાખી દીધુ.
તેમણે જણાવ્યું કે ત્યાબાદ અમે જ્યારે અમારી મહેનતની કમાણીને કતરણ તરીકે જોઈ તો પહેલા તો મગજ સાવ સૂન્ન થઈ ગયું. પરંતુ હવે તે અમારા માટે યાદગાર કહાણી બની ગઈ છે. બેને ટ્વિટર પર લિયોની એક તસવીર સાથે કતરણવાળી ડોલરની તસવીર પણ શેર કરી છે. બેનને આશા છે કે તેને પોતાના પૈસા પાછા મળશે. તેમાં એક કે બે વર્ષનો સમય લાગી શકે છે. સરકારની એક ઓફિસ ફાટેલી પુરાણી નોટો બદલી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે