અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં બે બોમ્બ ધમાકા, નવ લોકોના મોત

અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીફ વિસ્તારમાં વધુ બે વિસ્ફોટ થયા છે. જેનાથી અહીં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 

અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં બે બોમ્બ ધમાકા, નવ લોકોના મોત

કાબુલઃ અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીફમાં બે બોમ્બ ધમાકાથી અહીંના વિસ્તારમાં ફરી ડરનો માહોલ ફેલાયો છે. સ્થાનીક મીડિયા અનુસાર ગુરૂવારે સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 13 લોકોને ઈજા થઈ છે. આ પહેલાં પાછલા ગુરૂવારે આ વિસ્તારની મસ્જિદમાં ધમાકો થયો હતો, જેમાં પણ લોકોના મોત થયા હતા.

સ્થાનીક મીડિયાએ સુરક્ષા અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં ગુરૂવારે સાંજે બે વિસ્ફોટોમાં ઓછામાં ઓછો નવ લોકોના મોત થયા જ્યારે 13 લોકોને ઈજા પહોંચી છે. ધમાકો બલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીફ વિસ્તારમાં થયો. ટોલો ન્યૂઝ પ્રમાણે બંને ધમાકામાં જાહેર પરિવહનને નિશાન બનાવવામાં આવ્યું. પ્રાદેશિક સ્વાસ્થ્ય અધિકારીઓએ પુષ્ટિ કરી કે હોસ્પિટલોએ મૃતકોના મૃતદેહોને પ્રાપ્ત કરી લીધા છે અને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. 

આ વચ્ચે કોઈ સમૂહે વિસ્ફોટની જવાબદારી લીધી નથી. ઉલ્લેખનીય છે કે પાછલા ગુરૂવારે મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં નમાઝ અદા કરવા આવેલા ઘણા લોકોના મોત થયા હતા. સી-દુકાન મસ્જિદમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે 400 લોકો નમાઝ અદા કરી રહ્યાં હતા. ઇસ્લામિક સ્ટેટે 21 એપ્રિલે થયેલા ધમાકાની જવાબદારી લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news