મેકડોનાલ્ડ્સના ફૂડના શોખીન છો? તો ખાસ જુઓ આ વાઈરલ VIDEO, નહીં તો પસ્તાશો

જો તમે બર્ગર, ફિંગર ચિપ્સ ખાવા માટે વારંવાર મેકડોનાલ્ડની મુલાકાત લો છો તમારા માટે આ અહેવાલ વાંચવો ખુબ જરૂરી છે.

મેકડોનાલ્ડ્સના ફૂડના શોખીન છો? તો ખાસ જુઓ આ વાઈરલ VIDEO, નહીં તો પસ્તાશો

જો તમે બર્ગર, ફિંગર ચિપ્સ ખાવા માટે વારંવાર મેકડોનાલ્ડની મુલાકાત લો છો તમારા માટે આ અહેવાલ વાંચવો ખુબ જરૂરી છે. વાત જાણે એમ છે કે એક ટ્વિટર યૂઝરે પોતાના એકાઉન્ટથી એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે મેકડોનાલ્ડ્સના કેચઅપ ડિસ્પેન્સરમાંથી કીડા નીકળ્યાં છે. યૂઝરના કહેવા મુજબ આ મામલો ઈંગ્લેન્ડના કેમ્બ્રિજ શહેરનો છે. બની શકે કે આ વીડિયો જોયા બાદ તમે મેકડોનાલ્ડ્સ જઈને કેચઅપ માંગવાનો જ બંધ કરી દો. 

ઝડપથી થઈ રહ્યો છે વીડિયો વાઈરલ
બેલા રિચી નામની મહિલાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો છે અને McDonald's બ્રાન્ડ એકાઉન્ટને ટેગ કર્યુ છે. રિચીના આ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે. તમામ લોકો વચ્ચે આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. રિચીએ દાવો કર્યો છે કે કેચઅપ ડિસ્પેન્સરમાં નીકળેલા જીવતા કીડા અંગે તેમણે ત્યાંના સ્ટાફને પણ જાણકારી આપી. પરંતુ સ્ટાફે તેના ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં. 

— Isabella 🌹 (@bellaritchie00) October 3, 2018

McDonald's એ શરૂ કરી તપાસ
રેસ્ટોરાનો આખો સ્ટાફ બીજા ગ્રાહકોની સેવામાં વ્યસ્ત હતો. તેમણે લખ્યું કે ત્યારબાદ અમે કેચઅપ ખાધો નહીં. રિચી તરફથી કરવામાં આવેલી ટ્વિટ પર McDonald'sએ પ્રતિભાવ આપ્યો. મેકડોનાલ્ડ્સ યુકે તરફથી લખાયું કે આ મોટી ભૂલ હતી. તેના માટે મેકડોનાલ્ડ્સના પ્રવક્તાએ માફી માંગી અને તપાસ કરાવવાની વાત કરી છે. જો કે બેલા રિચી તરફથી શેર કરાયેલા વીડિયો પર યૂઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યાં છે. 

અત્રે જણાવવાનું કે આ કોઈ પહેલો મામલો નથી. જેમાં મેકડોનાલ્ડ્સના ખાવાના સામાનની ફરિયાદ આવી હોય. ગત વર્ષ ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયામાં મેકડોનાલ્ડના બર્ગરમાંથી કીડા નીકળવાની ફરિયાદ મળી હતી. 

— McDonald's UK (@McDonaldsUK) October 4, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news