શ્વાસ છોડ્યા પહેલા માતાએ બાળકને જન્મ આપ્યો, તુર્કીના ભૂકંપ વચ્ચે હદય દ્રવી ઉઠે તેવી માસૂમની કહાની

મળતી માહિતી અનુસાર બાળકના માતા અને ભાઇ બહેન ભયાનક ભૂકંપનો શિકાર બન્યા છે. ભૂકંપનો આ વીડિયો જોઇને સૌ કોઇનું હ્યદય દ્રવી ઉઠ્યું છે. રેસ્ક્યૂ ઓપરેશન કરી રહેલા એક અધિકારીએ બાળકની સંભાળ લીધી છે. ભૂકંપમાં પ્રેગનન્ટ મહિલા અને તેના 2 બાળકોના મોત થયા છે.

શ્વાસ છોડ્યા પહેલા માતાએ બાળકને જન્મ આપ્યો, તુર્કીના ભૂકંપ વચ્ચે હદય દ્રવી ઉઠે તેવી માસૂમની કહાની

Child Born in Turki: તૂર્કી અને સિરિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે અનેક પરિવારો વેરવિખેર થયા છે. ખબર નહીં કે, કેટલા લોકોના ઘર ધ્વસ્ત થયા. જ્યાંથી જુઓ ત્યાંથી દર્દભરી કહાની ઉપસી આવે છે... ધ્વસ્ત ઇમારતોના કાટમાળ નીચેથી લોકોનું રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. લોકો હોસ્પિટલ તરફ દોડ લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો જેમાં જોઇ શકાય કે, ધ્વસ્ત ઇમારતના મલબા નીચેથી એક વ્યક્તિ નવજાત બાળકને લઇને હોસ્પિટલ લઇ જઇ રહ્યો છે. વાત એમ છે કે, એક પ્રેગ્નેન્ટ મહિલાએ કાટમાળ નીચે જ નવજાત બાળકને જન્મ આપ્યો અને બાદમાં મહિલાના શ્વાસ રૂંધાઇ ગયા.

મળતી માહિતી અનુસાર બાળકના માતા અને ભાઇ બહેન ભયાનક ભૂકંપનો શિકાર બન્યા છે. ભૂકંપનો આ વીડિયો જોઇને સૌ કોઇનું હ્યદય દ્રવી ઉઠ્યું છે. રેસ્ક્યૂ ઓપરેશન કરી રહેલા એક અધિકારીએ બાળકની સંભાળ લીધી છે. ભૂકંપમાં પ્રેગનન્ટ મહિલા અને તેના 2 બાળકોના મોત થયા છે. જો કે, નવજાત બાળકના પિતાને ગંભીર ઇજાઓ થતા તેઓ લાચાર બન્યા છે. પત્ની અને બે બાળકોના મોતના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં સેરવાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક પ્રેગનન્ટ મહિલા કાટમાળ જ દબાઇ હતી. મદદની ગુહાર માટે હાથ લાંબા થઇ શકે તેવી શક્યતા જ નહોતી. તે દરમિયાન તેણે એક બાળકને જન્મ આપ્યો અને મહિલાની આંખો હંમેશા માટે બંધ થઇ ગઇ. જ્યારે બચાવ કર્મીઓએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો તેનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યું હતું. તુર્કી અને સિરિયામાં ભૂકંપના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ તરફ WHOનું કહેવું છે કે, મોતનો આંકડો હજુ 8 ગણો વધી શકે છે... તુર્કીના સંકટ સમયમાં ભારત મદદ માટે પહોંચ્યું છે... પીએમઓની બેઠક બાદ NDRFની 2 ટીમ તુર્કી મોકલવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news