એક ગઘેડાના કારણે એવું મળ્યું કે પુરાતત્ત્વવિદો પણ ચોંકી ગયા

ગધેડાના માલિકે ઘણી વખત છિદ્ર ઉપર પ્રહાર કરીને તેને મોટુ કર્યું, છિદ્ર મોટુ કરતાની સાથે જ અંદર તેણે કંઈક એવુ જોયુ જેનાથી તેના હોશ ઉડી ગયા હતા. અંદર કોમ અલ શોકાફા નામની એક વિશાળ સમાધિ હતી.

એક ગઘેડાના કારણે એવું  મળ્યું કે પુરાતત્ત્વવિદો પણ ચોંકી ગયા

આપણુ વિશ્વ રહસ્યમય વસ્તુઓથી ભરેલુ છે. અહી સમયાંતરે અનેક પ્રકારની સંસ્કૃતિઓ વિકસિત થઈ છે. સમય સાથે તે પણ ઢળી ગઈ અને આ પછી બીજી સંસ્કૃતિ વિકસિત થઈ અને તેનો દિવસ પણ સમાપ્ત થઈ ગયા. આવી ઘણી વસ્તુઓ લોકો સમક્ષ આવી છે જેમકે જૂની ઇમારતો અને હાડપિંજરના અવશેષો. જો કે કદાચ આજે પણ આવી ઘણી વસ્તુઓ છે જેનો પર્દાફાશ થવાનો બાકી છે. આજે અમે તમને તે રહસ્યમય દુનિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક ગધેડાના કારણે વર્ષ ૧૯૦૦ માં બહાર આવી હતી.

જ્યારે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામા આવા રહસ્યનો પર્દાફાશ મુંગા પશુ દ્વારા થયો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે જણાવ્યુ કે એક દિવસ ‘ગધેડો’ અચાનક રસ્તામા ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો. તેને બહાર કાઢવા માટે તેના માલિકે ખાડો ખોદવાનુ શરૂ કર્યું અચાનક જ તેને ખાડામા એક મોટુ છિદ્ર જોયુ.

આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો:
 આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા

ગધેડાના માલિકે ઘણી વખત છિદ્ર ઉપર પ્રહાર કરીને તેને મોટુ કર્યું, છિદ્ર મોટુ કરતાની સાથે જ અંદર તેણે કંઈક એવુ જોયુ જેનાથી તેના હોશ ઉડી ગયા હતા. અંદર કોમ અલ શોકાફા નામની એક વિશાળ સમાધિ હતી. કાયમ માટે ખોવાયેલી આ સમાધિ એક સામાન્ય ગધેડાના માલિક દ્વારા મળી આવી હતી. જ્યારે આ બાબત પુરાતત્ત્વવિદો પાસે પહોચી ત્યારે તેઓએ તેની તપાસ શરૂ કરી.

તેમને ખબર પડીકે આ સમાધિ ગ્રીકો-રોમન યુગની સૌથી મોટુ કબ્રસ્તાન હતુ જે બીજી સદીમા બનાવવામાં આવ્યુ હતુ. પુરાતત્ત્વવિદોએ એમ પણ કહ્યું હતું કે અગાઉ ફક્ત એક જ પરિવારના લોકોના મૃતદેહને દફનાવવામા આવ્યા હતા પરંતુ બાદમાં આ પરંપરામા પરિવર્તનને કારણે અન્ય લોકોના મૃતદેહને પણ દફનાવવામા આવ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે અહી દફનાવવામા આવેલા ઘણા મૃતદેહો હજી સલામત સ્થિતિમા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news