ટ્રમ્પનો ભારતને ઝટકોઃ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે હવે છૂટ નહીં મળે

ઈરાન પર દબાણ પેદા કરવા માટે અને તેના ક્રૂડ ઓઈલના વેચાણ પર લગામ લગાવવા માટે ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા પર સીધી અસર થશે

ટ્રમ્પનો ભારતને ઝટકોઃ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે હવે છૂટ નહીં મળે

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈળ ખરીદતા દેશોને પ્રતિબંધમાં રાહત ન આપવાનો નિર્ણય લીધો છે. ઈરાન પર દબાણ પેદા કરવા માટે અને તેના ક્રૂડ ઓઈલના વેચાણ પર લગામ લગાવવા માટે ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા પર સીધી અસર થશે. 

વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સે જણાવ્યું કે, "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનાની શરૂઆતમાં જ સમાપ્ત થઈ રહેલી રાહદ સંબંધિત 'સિગ્નિફિકન્ટ રિડક્શન એક્સેપ્શન્સ'ને ફરીથી લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ઈરાનની દ્વારા કરવામાં આવતી ક્રૂડ ઓઈલની નિકાસને શૂન્ય સુધી લઈ જવા માટે અને ત્યાંની સરકારની મહેસુલી આવકના પ્રમુખ સ્રોતને સમાપ્ત કરવા માટે લેવાયો છે."

ઈરાન સાથે વર્ષ 2015માં થયેલા ઐતિહાસિક પરમાણુ કરારમાંથી ખસી જઈને અમેરિકાએ ગત નવેમ્બરમાં ઈરાન પર ફરીથી પ્રતિબંધો લગાવી દીધા હતા. અમેરિકાના આ પગલાને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સરકાર દ્વારા ઈરાન પર 'મહત્તમ દબાણ' તરીકે જોવામાં આવી રહ્યું છે. 

ગયા વર્ષે અમેરિકાએ ભારત, ચીન, તુર્કીસ્તાન અને જાપાન સહિત ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા 8 દેશોને 180 દિવસની અસ્થાયી છૂટ આપી હતી. આ નિર્ણયના કારણે ભારત સહિત તમામ 8 દેશોએ હવે 2 મે, 2019 સુધી ઈરાન પાસેથી પોતાની ક્રૂડ ઓઈલની આયાત બંધ કરવી પડશે. ઈજિપ્ત, ઈટાલી, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાન પહેલાથી જ ઈરાન પાસેથી પોતાની ક્રૂડ ઓઈલની આયાત ઘટાડી ચૂક્યા છે. 

ભારતનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ
ઈરાક અને સાઉદી આરબ પછી ઈસાન ભારતને ક્રૂડ ઓઈલની નિકાસ કરતો ત્રીજો સૌથી દેશ છે. એક નિવેદનમાં સેન્ડર્સે જણાવ્યું કે, ટ્રમ્પ સરકાર અને તેના સહયોગી અમેરિકા, તેના સહયોગી દેશો અને પશ્ચિમ એશિયાની સુરક્ષા માટે ખતોર બની રહેલી ઈરાનની સરકારની અસ્થિરકારી ગતિવિધીઓને સમાપ્ત કરવા માટે ઈરાન સામે આર્થિક દબાણ પેદા કરવાના અભિયાનને ટકાઉ બનાવવા માટે દૃઢસંકલ્પ છે. 

વોશિંગટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, ચીન અને ભારત અત્યારે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરતા સૌથી મોટા દેશ છે. જો તેઓ ટ્રમ્પની માગણીને સમર્થન નહીં કરે તો તેનાથી બંને દેશના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી શકે છે. જેની સીધી અસર વેપાર સહિતના અન્ય મુદ્દાઓ પર પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news