ચીન-PAKને એકસાથે મળ્યો મોટો ઝટકો, અમેરિકાએ ઈઝરાયેલ-UAE વચ્ચે કરાવી દીધી 'મિત્રતા'!
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ઐતિહાસિક શાંતિપૂર્ણ સમજૂતિની જાહેરાત કરી છે. આ જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પોતાના ટ્વિટ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી. આ જાહેરાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈઝરાયેલ અને તેના મુસ્લિમ પાડોશીઓ વચ્ચે પણ રાજનયિક સફળતા અપેક્ષિત હતી. આ સમજૂતિ બાદ યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે રાજનયિક સંબંધોની નવી શરૂઆત થશે.
સમજૂતિ સંલગ્ન વ્હાઈટ હાઉસ તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu), અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાત થઈ, ત્યારબાદ આ ઐતિહાસિક સમજૂતિને મંજૂરી અપાઈ છે. વ્હાઈટ હાઉસે જાણકારી આપી છે કે આ સમજૂતિના કારણે ઈઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં કબ્જો કરવાની યોજનાને ટાળી છે.
HUGE breakthrough today! Historic Peace Agreement between our two GREAT friends, Israel and the United Arab Emirates!
— Donald J. Trump (@realDonaldTrump) August 13, 2020
વોશિંગ્ટનમાં યુએઈના રાજદૂત યુસુફ અલ ઓતાઈબા (Yousef al-Otaiba) એ કહ્યું કે "ઈઝરાયેલ સાથે શાંતિ સમજૂતિ રાજનિયક જીત અને અરબ-ઈઝરાયેલ સંબંધો માટે ખુબ મહત્વની છે. તેમણે વધુમાં કહ્યું કે આજની જાહેરાત કૂટનીતિ અને ક્ષેત્ર માટે એક જીત છે. આ સમજૂતિ અરબ-ઈઝરાયેલ સંબંધો વચ્ચે તણાવનું કામ કરશે અને બંને દેશોના સંબંધોમાં સકારાત્મક બદલાવ માટે નવી ઉર્જા પેદા કરશે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે