Corona Crisis: ભારતથી મળેલી વેક્સિનનું 'ઋણ' ચૂકવવા આગળ આવ્યું કેનેડા, કરશે 1 કરોડ ડોલરની મદદ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યુ કે, તેમનો દેશ કોરોના મહામારીનો સામનો કરવા માટે ભારતને એક કરોડ ડોલર (743878500 રૂપિયા) ની મદદ ઉપલબ્ધ કરાવશે. 

Corona Crisis: ભારતથી મળેલી વેક્સિનનું 'ઋણ' ચૂકવવા આગળ આવ્યું કેનેડા, કરશે 1 કરોડ ડોલરની મદદ

ઓટાવાઃ કેનેડા કોરોના વાયરસથી સંઘર્ષ કરી રહેલા ભારતની મદદ કરવા માટે આગળ આવ્યું છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યુ કે, તેમનો દેશ કોરોના મહામારીનો સામનો કરવા માટે ભારતને એક કરોડ ડોલર (743878500 રૂપિયા) ની મદદ ઉપલબ્ધ કરાવશે. મહત્વનું છે કે ભારતે કેનેડાને મુશ્કેલ સમયમાં સીરમ ઈન્સ્ટિટ્યુટમાં બનેલી કોવિશીલ્ડની સપ્લાઈ કરી હતી. 

ભારતીય રેડ ક્રોસને 1 કરોડ ડોલર આપવા પણ તૈયાર
ટ્રૂડોએ કહ્યુ કે, વિદેશ મંત્રી માર્ક ગાર્નોની ભારતમાં પોતાના સમકક્ષ એસ જયશંકર સાથે વાત થઈ છે કે કેનેડા ક્યા પ્રકારે મદદ ઉપલબ્ધ કરાવી શકે છે. તેમણે જણાવ્યું કે, અમે કેનેડા રેડ ક્રોસ દ્વારા ભારતીય રેડ ક્રોસને એક કરોડ ડોલરની મદદ આપવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે, તેનાથી એમ્બ્યુલન્સથી લઈને પીપીઈ કિટ જેવા ઉપકરણ ખરીદવામાં મદદ મળશે. 

મદદની રીતને લઈને ભારત સાથે વાત કરી રહ્યું છે કેનેડા
આ બન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત દરમિયાન ટ્રૂડોએ કહ્યુ કે, અમે ક્યા પ્રકારે મદદ કરી શકીએ તે વાતચીત ચાલી રહી છે. ભારતથી જે પ્રકારને ત્રાસદીની દર્દનાક તસવીરો આવી રહી છે, કેનેડા તેનાથી ચિંતિત છે. આ પહેલા વિદેશ મંત્રી ગાર્નોએ ટ્વિટર પર કહ્યુ હતુ કે, કોવિડ-19થી ઉભી થયેલી સ્થિતિને લઈને મારા ભારતીય સમકક્ષ જયશંકર સાથે વાત કરી અને ભારતના લોકો પ્રત્યે કેનેડાની એકતાનો સંદેશ આપ્યો છે. 

ન્યૂઝીલેન્ડ રેડ ક્રોસને આપશે 10 લાખ ન્યૂઝીલેન્ડ ડોલર
ન્યૂઝીલેન્ડ કોવિડ-19ના વધતા કેસથી સંકટમાં રહેલા ભારતની મદદ માટે રેડ ક્રોસને આશરે 7,20,365 અમેરિકી ડોલરની રકમ આપશે. વિદેશ મંત્રી નનાઇયા મહુતાએ કહ્યુ કે, આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે છીએ અને જિંદગીઓ બચાવવા માટે સતત કામ કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને અગ્રિમ મોર્ચાના કર્મીઓના પ્રયાસની સરાહના કરીએ છીએ.

છેલ્લા 24 કલાકમાં નવા 3.60 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,79,97,267 પર પહોંચ્યો છે. જેમાંથી 29,78,709 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,61,162 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3293 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,48,17,371 પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,01,187 થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,78,27,367 લોકોને રસી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news