પાકિસ્તાને બ્રિટિશ સાંસદોને કરી 30 લાખની લ્હાણી, ભારત વિરુદ્ધ મોટુ કાવત્રું

પાકિસ્તાન (Pakistan) કાશ્મીર રાગ આલાપતા અને સમગ્ર વિશ્વમાં ખીણનો મુદ્દો વારંવાર ઉઠાવવા માટે દરેક વખતે ભારત વિરુદ્ધ કાવત્રું રચતું રહે છે. આ કડીમાં મોટો ખુલાસો થયો છે કે કઇ રીતે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બ્રિટિશ સાંસદોનાં એક દળ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી કાશ્મીર ગ્રુપ લાવવા માટે 30 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.
પાકિસ્તાને બ્રિટિશ સાંસદોને કરી 30 લાખની લ્હાણી, ભારત વિરુદ્ધ મોટુ કાવત્રું

ઇસ્લામાબાદ : પાકિસ્તાન (Pakistan) કાશ્મીર રાગ આલાપતા અને સમગ્ર વિશ્વમાં ખીણનો મુદ્દો વારંવાર ઉઠાવવા માટે દરેક વખતે ભારત વિરુદ્ધ કાવત્રું રચતું રહે છે. આ કડીમાં મોટો ખુલાસો થયો છે કે કઇ રીતે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બ્રિટિશ સાંસદોનાં એક દળ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી કાશ્મીર ગ્રુપ લાવવા માટે 30 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટિશ પાર્લામેન્ટ્રી ગ્રુપ લેબર પાર્ટીનાં સાંસદ ડેબી અબ્રાહમ્સની આગેવાનીમાં પીઓકે ગયા હતા. 17 ફેબ્રુઆરીએ ડેબી જ્યારે પોતાનાં પીઆઇઓ પાર્લામેન્ટ્રી સહાયક હરપ્રીત ઉપ્પલની સાથે ભારત આવી હતી ત્યારે તેમને ભારતથી દુબઇ નિર્વાસિત કરી દેવામાં આવ્યા હતા. કહેવાય છે કે, ભારતે તેમનાં એક્સપાયર્ડ ઇ વિઝાનાં કારણે વિઝા આપવાનો ઇન્કાર કરીદીધો હતો. તેમને જણાવ્યું હતું કે, તમારા વિઝા માન્ય નથી એટલા માટે તમારે દેશમાં ઘુસવાની પરવાનગી નથી. 

સમાચાર અનુસાર બીજા જ દિવસે ડેબી અબ્રાહમ્ પાકિસ્તાન જતા રહ્યા હતા અને પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનને પણ મળી હતી જ્યાં તેને આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ઘણા પૈસાની મદદ મળી હતી. ZEE NEWS ની પાસે ચુકવણીની તે રસીદ છે જે તે રકમ અંગે જણાવી રહ્યા છે જેને ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી કાશ્મીર ગ્રુપને પાકિ્તાન સરકારે ચુકવી છે. આ રસીદથી ખુલાસો થયો છે કે, પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરી 18થી 22 ફેબ્રુઆરી દરમિયાન પીઓકેની મુલાકાત માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી કાશ્મીર ગ્રુપને 29.7 લાખ અને 31.2 લાખ વચ્ચે પાકિસ્તાની નાણાની ચુકવણી કરી હતી. 

Pakistan paid 30 lakhs rupees to British All Party Parliamentary Kashmir Group to visit PoK

આ રકમની ચુકવણીનો ઉદ્દેશ્ય આ રસીદ અનુસાર વાતચીત દ્વારા કાશ્મીરીઓને પોતાનાં નિર્ણય લેવાનાં અધિકારનું સમર્થન આપવું, બ્રિટિશ સાંસદોનું સમર્થન લેવું, કાશ્મીરમાં માનવાધિકારોનાં ઉલ્લંઘનને જાહેર કરવું અને ત્યાંના લોકોની ન્યાયની માંગ કરવી.

ડેબી અબ્રાહમ્સને વીઝા માટે ભારત સરકારે જ્યારે વીઝા આપવાનો ઇન્કાર કરી દીધો તો ડેબીએ સવાલ ઉઠાવ્યો કે તેઓ કાશ્મીરમાં કલમ 370 હટાવવા મુદ્દે ભારત સરકારનાં ટિકાકાર રહી છે. ડેબીએ ટ્વીટ કર્યું હતું કે, વિઝા આપ્યા બાદ ભારત સરકારે મારા વિઝા રદ્દ શા માટે કરી દીધા? તેમણે મને વિઝા ઓન અરાઇવલ શા માટે ન લેવા દીધું. આવું એટલા માટે થયું કારણ કે હું કાશ્મીરમાં માનવાધિકારોનાં મુદ્દે ભારત સરકારની ટિકા કરતી રહી છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news