આ છે સૌથી સુંદર ટ્રક ડ્રાઇવર મહિલા, સોશિયલ મીડિયામાં થઇ ખુબ જ પોપ્યુલર

જાપાનની રીનો સાસાકી નામની એક છોકરી જે ટ્રક ચલાવે છે. રીનો સોશિયલ મીડિયા પર ખુબ જ પોપ્યુલર છે અને તે જાપાનની સૌથી સુંદર ટ્રક ડ્રાઇવર પણ કહેવાય છે.

આ છે સૌથી સુંદર ટ્રક ડ્રાઇવર મહિલા, સોશિયલ મીડિયામાં થઇ ખુબ જ પોપ્યુલર

વ્યવસાયિક ગાડીઓનું ડ્રાઇવિંગ તો સમાન્ય રીતે પૂરૂષોનું કામ ગણવામાં આવે છે. પરંતુ મહિલાઓ પણ આ ફિલ્ડમાં પોતાની જાતને સાબિત કરી છે. હવે મહિલાઓ પણ વ્યવસાયિક અને ભારે વાહનો ડ્રાઇવ કરી રહી છે. જાપાનની રીનો સાસાકી નામની એક છોકરી જે ટ્રક ચલાવે છે. રીનો સોશિયલ મીડિયા પર ખુબ જ પોપ્યુલર છે અને તે જાપાનની સૌથી સુંદર ટ્રક ડ્રાઇવર પણ કહેવાય છે.

 

પિતા પણ છે ટ્રક ડ્રાઇવર
રીનો સાસાકીના પિતા પણ ટ્રક ડ્રાઇવર છે. જ્યારે તે 7 વર્ષની હતી ત્યારથી તેના પિતા ગંભીર બીમાર પીડાતા હતા. જોકે બીમાર હોવા છતાં તેઓ કામ કરતા હતા. પરંતુ રીનો તેના પિતાને એકલા છોડવા માગતી ન હતી. એટલા માટે તે દરેક મુસાફરીમાં તેના પિતા સાથે જ રહેતી હતી.

પહેલા ડાંસ ટીચર બની, પછી બની ડ્રાઇવર
ઘરથી દૂર રસ્તા પર પિતા-પુત્રી એક બીજાનો સહારો બનાતા હતા. રીનો જેમ-જેમ મોટી થઇ, તેણે ટ્રેડિશનલ ડાંસ ટીચરની ભૂમિકા નિભાવી રહી હતી. પરંતુ 21 વર્ષની ઉંમરમાં જ્યારે રીનોને ટ્રક ડ્રાઇવિંગ માટે લાયસન્સ મળ્યું તો તેણે પણ રસ્તાની મુસાફરીમાં તેના પિતાનો સાથ આપવાનો નિર્ણય કર્યો હતો.

 

 

છોડી ડાંસ ટીચરની નોકરી
શરૂઆતમાં રીનો ટ્રક પણ ચલાવતી હતી અને તેની સાથે ડાંસ ટીચરની ભૂમિકા પણ નિભાવતી હતી. પરંતુ હવે તેણે તેનું ડાંસ કરિયર છોડી દીધુ છે અને માત્ર પિતા સાથે ટ્રક ચલાવે છે. રીનોએ કહ્યું કે, મને કોઇ પસ્તાવો નથી. મને હવે મારા પિતા સાથે સમય પસાર કરવા માટે વધારેમાં વધારે તક મળે છે.

સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની રીનો
બીજી તરફ, સોશિયલ મીડિયામાં રીનોની તસવીરો ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ઇંસ્ટાગ્રામ પર તેના 22.4K ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક અને ટ્વિટર પર પણ ઘણી સારી એવી પહોંચ રાખે છે.

 

 

મહિલાઓને કરવા માગે છે પ્રેરિત
સોશિયલ મીડિયા પર લોકો હમેશા રીનોને ‘જાપાનની સૌથી સુંદર ટ્રક ડ્રાઇવર’ કહે છે. રીનો સાસાકીનું માનવું છે કે તેની લોકપ્રિયતા જાપાનની બીજી મહિલાઓને પણ ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાવવા માટે પ્રેરિત કરશે. તેણે કહ્યું કે, ‘હું આ કારણે પણ મારી તસવીરો અને જીંદગી સોશિયલ મીડિયામાં શેર કરતી રહું છું.’

7 વર્ષથી કરી રહી છે ડ્રાઇવિંગ
રીનો છેલ્લા 7 વર્ષથી ટ્રક ડ્રાઇવિંગ કરી રહી છે. તે કહે છે કે, મને આ પ્રોફેશન સાથે જોડાયેલી એક વાતથી સમસ્યા છે કે મને મારી સાઇઝના મોજા, સેફ્ટી શૂઝ અને કપડા મળતા નથી. મહિલાઓની બોડી સાઇઝ કરતા બધુ જ ઓવર સાઇઝ છે. રીનોએ જણાવ્યું કે, તે પોતાની એક કપડાંનો બિઝનેસ શરૂ કરવા માગે છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી મહિલાઓ માટે કપડાં બનાવશે.

 

દર વર્ષે ડ્રાઇવિંગ કરે છે 2 લાખ કિલોમીટર
રીનો દર વર્ષે લગભગ 2 લાખ કિલોમીટર ટ્રક ડ્રાઇવિંગ કરે છે. તે જાપાનભરમાં ફળ અને શાકભાજી લઇને રસ્તાઓ પર વેગપૂર્વક દોડે છે. એટલું જ નહીં, ક્યારેક ક્યારેક ટ્રકમાં ખામી સર્જાતા તે જાતે તેને રીપેર કરવામાં બેસી જાય છે. રીનો સાસાકી બ્લોગ પણ લખે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news