75 વર્ષ પહેલા જે ઘર છોડ્યું ત્યાં હવે ફુલોના વરસાદ સાથે થયું સ્વાગત, 92 વર્ષની ઉંમરે પાક પહોંચ્યા ભારતીય મહિલા
Pakistan News: ભારતના રીના છિબ્બર 75 વર્ષ બાદ પોતાના પૈતૃક ઘર પહોંચ્યા છે. ભારતના વિભાજન સમયે જે ઘર રીનાએ મજબૂરીમાં છોડ્વું પડ્યું હવે ત્યાં તેમનું જોરદાર સ્વાગત થયું છે. જે સમયે પાકિસ્તાનનું ઘર છોડ્યું ત્યારે તેની ઉંમર 75 વર્ષની હતી.
Trending Photos
ઇસ્લામાબાદઃ ભારતમાં રહેલા 92 વર્ષીય રીના છિબ્બર 75 વર્ષ બાદ પાકિસ્તાનમાં પોતાના પૈતૃક ઘર પહોંચ્યા. પાકિસ્તાન એમ્બેસીએ રીના છિબ્બરને ત્રણ મહિનાના વીઝા આપ્યા, ત્યારબાદ તેઓ શનિવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. 75 વર્ષ પહેલા વિભાજનના સમયે રીના અને તેમનો પરિવાર બધુ છોડી એક નવી જિંદગીની શરૂઆત કરવા માટે ભારત આવ્યો હતો. 75 વર્ષ બાદ રીના છિબ્બર જ્યારે પોતાના પૈતૃક ઘર 'પ્રેમ નિવાસ'માં પહોંચ્યા તો ઢોલ વગાડી અને ફૂલોનો વરસાદ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમના સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના લોકોએ મોટા સન્માન સાથે તેમનું સ્વાગત કર્યું. 15 જુલાઈએ રીનાએ અટારી-વાઘા બોર્ડર પાર કરી હતી. તેમણે બંને સરકારને આગ્રહ કર્યો છે કે વીઝા સાથે જોડાયેલા નિયમ સરળ બનાવવામાં આવે, જેથી તેમના જેવા લોકો જઈ શકે. રીના તે સમયે 15 વર્ષની હતી, જ્યારે તેણે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. માર્ચ 1847માં તેમના માતા-પિતાએ તેને સોલનમાં મોકલી દીધી હતી. વિભાજન બાદ તેના માતા-પિતા ભારત આવી ગયા હતા.
Pakistan & India are neighboring countries,both should live together. after visiting her ancestral home in Rawalpindi 🇵🇰 90-year-old 🇮🇳 woman who migrated from this house at age of 15 during the Partition in 1947 told. Reena vermain also told how the 75-year-old dream cames true https://t.co/gQvD8wNiqZ pic.twitter.com/5EWS75NmF4
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) July 20, 2022
ન જઈ શક્યા પાકિસ્તાન
રીનાએ ઘણીવાર પાકિસ્તાન જવાનો પ્રયાસ કર્યો હતો. ભારત આવ્યાના લગભગ બે દાયકા બાદ રીનાને 1965માં પાકિસ્તાન જવાની તક મળી પરંતુ તેઓ અંગત કારણોને લીધે જઈ શક્યા નહીં. 2022ની શરૂઆતમાં તેમણે ફેસબુક પર ઈન્ડિયા-પાકિસ્તાન હેરિટેજ ક્લબ જોઈન કરી, જેમાં એવા લોકો જોડાયેલા છે જે પોતાનું પૈતૃક ઘર શોધવા ઈચ્છે છે.
75 વર્ષ પહેલા જે ઘર છોડ્યું ત્યાં હવે ફુલોના વરસાદ સાથે થયું સ્વાગત, 92 વર્ષની ઉંમરે પાક પહોંચ્યા ભારતીય મહિલા#India #Pakistan #Trending #ZEE24Kalak pic.twitter.com/bp0nE7kuRz
— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2022
ફેસબુક ગ્રુપ દ્વારા શોધ્યું ઘર
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગ્રુપ પર જ સજ્જાદ હુસૈન નામના એક વ્યક્તિએ તેમને ઘર શોધવામાં મદદ કરી. રીના પ્રમાણે તેમણે સજ્જાદને તેમના ઘરનું લોકેશન જણાવ્યું, કારણ કે તે ઘણા લેન્ડમાર્ક બિલ્ડિંગથી ઘેરાયેલું હતું, તેથી તેને સોધવુ સરળ હતું. સજ્જાદે રીનાનું ઘર શોધ્યું અને તેની તસવીરો શેર કરી. ત્યારબાદ તેણે માર્ચ 2022માં વીઝા માટે અરજી કરી પરંતુ તેને મળ્યા નહીં. આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાન એમ્બેસીએ તેને ત્રણ મહિનાના વીઝા આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે