ચમત્કાર કે અંધશ્રદ્ધા! વેરાઈ માતાના મંદિરે માતાજીના કંકુવાળા પગલા દેખાતા થયો ચમત્કાર

ડભોઇ તાલુકાના વેરાઈ માતા વસાહત ખાતે આવેલ માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે મંદિર પરિષદની બારીમાંથી માતાજીના કંકુવાળા પગલા દેખાતા ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.

ચમત્કાર કે અંધશ્રદ્ધા! વેરાઈ માતાના મંદિરે માતાજીના કંકુવાળા પગલા દેખાતા થયો ચમત્કાર

ચિરાગ જોશી/ડભોઈ: ભારતમાં શ્રદ્ધાળુઓનો દેશ કહેવામાં આવે છે. પરંતુ ઘણી લોકો જેણે ચમત્કાર સમજે છે જે ખરેખર અંધશ્રદ્ધા પણ હોય છે. ત્યારે ડભોઇના વેરાઈ માતાના મંદિરે ચમત્કાર થયો છે. માતાજીના કંકુવાળા પગલા દેખાતા લોકોએ ચમત્કાર થયો હોવાની વાત વહેતી થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ભક્તોની ભીડ જામી હતી. માતાજીના પગલા જોવા અને દર્શન કરવા ચારેબાજુથી ભક્તોની ભીડ જામી હતી. મંદીરની બારીમાંથી કંકુના પગલાંની શરૂઆત થતાં ભક્તોએ ચમત્કાર ગણાવ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડભોઇ તાલુકાના વેરાઈ માતા વસાહત ખાતે આવેલ માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે મંદિર પરિષદની બારીમાંથી માતાજીના કંકુવાળા પગલા દેખાતા ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. વેરાઈ માતાજીના મંદિરે આજે વહેલી સવારે પૂજારી સાફ સફાઈ માટે આવ્યા હતા. જે દરમિયાન માતાજીના કંકુ વાળા પગલાં હોય તેવું લાગી આવતા તાત્કાલિક અસરથી આ વાત ડભોઇ નગરમાં ફેલાઈ ગઈ હતી જેને પગલે વહેલી સવારથી જ માતાજીના મંદિરે ભક્તોનો ઘોળાપુર જોવા મળ્યું હતું.

No description available.

એટલું જ નહીં ભક્તોએ આ કંકુના પગલાનો ચમત્કાર જોઈ પૂજારી પાસે માતાજીના કંકુના પગલાનો ચાંદલો કરાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news