ભારતીય મૂળના નોબેલ પુરસ્કાર વિજેતા વીએસ નાયપોલનું નિધન

ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક નાયપોલને વર્ષ 1971માં બુકર પ્રાઇઝ અને વર્ષ 2011માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ બેન્ડ ઇન ધ રિવર અને અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ તેમની પ્રસિદ્ધિ કૃતિઓ છે. 

ભારતીય મૂળના નોબેલ પુરસ્કાર વિજેતા વીએસ નાયપોલનું નિધન

લંડનઃ સાહિત્યનું નોબલ પુરસ્કાર જીતનારા ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક વીએસ નાયપોલનું રવિવારે નિધન થઈ ગયું છે. તેમણે 85 વર્ષની ઉંમકે લંડન સ્થિત  પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. મહત્વનું છે કે વીએસ નાયપોલ એટલે કે વિદ્યાધર સૂરજ પ્રસાદ નાયપોલનો જન્મ 17 ઓગસ્ટ 1932માં ટ્રિનિડાડના ચગવાનસમાં થયો હતો. 

ત્રિનિડાડમાં મોટા થયેલા નાયપોલે ઓક્સફોર્ડ વિશ્વ વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો. લેખનની દુનિયામાં તેમને ઘણી પ્રસિદ્ધિ મળી છે. એ બેન્ડ ઇન ધ રિવર અને અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ તેમની ચર્ચિત કૃતિ છે. 

ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક નાયપોલને વર્ષ 1971માં બુકર પ્રાઇઝ અને વર્ષ 2011માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે તેમની પત્નીએ જણાવ્યું કે, તેમમએ રચનાત્મકતા અને ઉદ્યમથી ભરી જિંદગી જીવી. અંતિમ સમયમાં તમામ લોકો જેને તેઓ પ્રેમ કરતા હતા તેમની સાથે હતા. નાયપોલે પોતાના સાહિત્ય જીવનમાં 30થી વધુ પુસ્તકો લખ્યા છે. 

નાયપોલની કલમે જ્યારે મચાવી હલચલ
માત્ર પોતાની કલમના દમ પર દુનિયાને ઝબકાવવાની શક્તિ ધરાવતા લેખકોમાં નાયપોલની ગણતા પ્રથમ હરોળમાં થાય છે. તેમણે લેખનના ક્ષેત્રમાં ખુબ નામના મેળવી છે. તેમને બુકર પુરસ્તાર અને સાહિત્યનો નોબલ પણ મળી ચૂક્યો છે. તેમની કૃતિઓમાં તેમના ક્રાંતિકારી વિચારોની ઝલક જોવા મળતી હતી. 

— ANI Digital (@ani_digital) August 11, 2018

ટ્રિનિડાડમાં વસી ગયા હતા પૂર્વજ
નાયપોલના પૂર્વજ ટ્રિનિડાડ ગયા હતા અને બાદમાં ત્યાં વસી ગયા. તેમણે ઘણા પુસ્તકો, પ્રવાસ લેખન અને નિબંધ લખ્યા છે, જેનાથી તેમને ખ્યાતિ મળી. તેમની શિક્ષા-દીક્ષા ઈંગ્લેન્ડમાં થઈ. તેઓ ઈંગ્લેન્ડમાં જ રહેતા હતા. તેમણે વિશ્વના અનેક દેશોની યાત્રાઓ કરી. ઘણા એવા પણ અવસર આવ્યા કે વિવાદોમાં પણ સપડાયા હતા. 

સાહિત્યની દુનિયામાં યોગદાન
સાહિત્યના ક્ષેત્રમાં યોગદાન માટે તેમને ઘણા પુરસ્કાર મળ્યા છે. વર્ષ 2008માં ધ ટાઇમ્સે 50 મહાન બ્રિટિશ લેખકોની યાદીમાં નાયપોલને 7મું સ્થાન આપ્યું હતું. ખાસ વાત તે હતી કે આ લિસ્ટમાં 1945 બાદની કૃતિઓને સ્થાન આપવાનું હતું. નાયપોલની કેટલિક ઉલ્લેખનીય કૃતિઓ છે. તેમાં એ ફ્રી સ્ટેટ (1971), એ વે ઇન ધ વર્લ્ડ (1994), હાફ એ લાઇફ (2001), મેજિક સીડ્સ (2004), તેમના વિચાર અનેક કથિત ધર્મનિરપેક્ષ વિચારકો અને લેખકોને પસંદ ન હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news