જેમ્સ એલીસન અને ત્સુકુ હોન્જોને મેડિસિનનું નોબેલ પુરસ્કાર, કેંસર ક્ષેત્રે મળ્યું સન્માન
અમેરિકાનાં જેમ્સ પી. એલીસન અને જાપાનના ત્સુકુ હોન્જોને તબીબ ક્ષેત્રનું નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું છે
Trending Photos
સ્ટોકહોમ : ચિકિત્સાનું નોબેલ પારિતોષીકની જાહેરાત સાથે આ પ્રતિષ્ઠિત પરસ્કાર સમારંભની શરૂઆત થઇ ચુકી છે. સોમવારે અમેરિકાનાં જેમ્સ પી. એલીસન અને જાપાનનાં ત્સુકુ હોન્જોને ચિકિત્સાનાં ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર આપવામાં આવ્યું. જો કે આ વખતે સાહિત્યનું નોબેલ પુરસ્કાર નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત્ત 70 વર્ષમાં પહેલીવાર એવું થયું છે કે સાહિત્યકારનું નોબેલ પુરસ્કાર નહી આપવામાં આવે.
જાપાનનાં ત્સુકુ હોન્જોનો જન્મ 1942માં જાપાનના ક્યોટોમાં થોય હતો. તેઓ 1984થી ક્યોટો યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે. બીજી તરફ અમેરિકી જેમ્સ પી એલીસનનો જન્મ અમેરિકાનાં ટેક્સાસમાં 1948માં થયો હતો. તેઓ યૂનિવર્સિટી ઓફ ટેક્સાસનાં એન્ડરસન કૈંસર સેન્ટરમાં પ્રોફેસર છે. એન બંન્ને વૈજ્ઞાનિકોને આ સન્માન પ્રોટીનનું સંશોધન માટે મળ્યું, જે કેન્સરનાં સ્ટેજમાં શરીરનાં ઇમ્યૂન સિસ્ટમને નબળું પાડે છે. આ પ્રોટીનનું નામ પીડી-1 છે.
આ બંન્ને વૈજ્ઞાનિકોએ નેગેટિવ ઇમ્યૂન રેગ્યુલેશનનાં માધ્યમથી કેંસરને અટકાવવા માટેની પદ્ધતી શોધી છે. તેને થેરેપીમાં ઇમ્યૂન સિસ્ટમ સેલ્સ દ્વારા બનાવાયેલા પ્રોટીનને નિશાન બનાવે છે. તે ઉપરાંત કૈંસર સેલ્સને પણ નિશાન બનાવે છે. બીજી તરફ પ્રોટીન શરીરમાં કૈંસર સેલ્સથી લડનારા ડિફેન્સ સિસ્ટમને નબળું પાડે છે. આ થેરેપી આ પ્રોટીનને શરીરથી હટાવે છે અને ઇમ્યૂન સિસ્ટમ કેંસર સેલ્સ સામે લડવા માટે તેજીથી કામ કરે છે. આ સન્માનની આસાથે બંન્નેને 11 લાખ અમેરિકન ડોલરની રકમ પણ આપવામાં આવી.
સ્વીડનમાં સાંસ્કૃતિક ગતિવિધિઓને મોટો ચહેરો માનવામાં આવતા ફ્રાંસીસી નાગરિક જ્યાક્લાઉડ અર્નોલ્ટ મહિલાનાં શોષણનાં આરોપો અને આર્થિક ગોટાળાના આરોપથી ઘેરાયા છે. તેમાં એકેડેમીની છબીને ઘણુ નુકસાન પહોંચ્યું છે. એટલા માટે એકેડેમીએ આ વર્ષે સાહિત્યનું નોબેલ નહી આપવાનો નિર્ણય લીધો છે. હાલ નોબેલ પુરસ્કારમાં રસ ધરાવનારા લોકો તે અંગે જ વાત કરી રહ્યા છે કે ઉમેદવારોની મોટી સંખ્યાને જોતા ડોક્ટરી, ભૌતિક, રસાયણ, શાંતિ અને અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર કોને મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે