UNGA ની ઇમરજન્સી બેઠક, યુક્રેને કહ્યું- અત્યાર સુધી બાળકો સહિત 352 લોકોના મોત
વિશેષ સત્રની શરૂઆત એક મિનિટના મૌનથી થઈ હતી. સત્રમાં, ગુટેરેસે કહ્યું, "વધતી હિંસા નાગરિકોના મૃત્યુમાં પરિણમી રહી છે. બસ બહુ થયું હવે. સૈનિકોને બેરેકમાં પાછા જવાની જરૂર છે.
Trending Photos
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે રશિયા-યુક્રેન સંઘર્ષમાં સામેલ તમામ પક્ષો પાસેથી તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મહત્તમ સંયમ રાખવાની અને વાતચીત ફરી શરૂ કરવાની જરૂર છે. તેમણે વર્તમાન કટોકટી પરના 11મા કટોકટી વિશેષ સત્રને જણાવ્યું હતું કે, "મુત્સદ્દીગીરી અને સંવાદ ચાલુ રહેવો જોઈએ."
વિશેષ સત્રની શરૂઆત એક મિનિટના મૌનથી થઈ હતી. સત્રમાં, ગુટેરેસે કહ્યું, "વધતી હિંસા નાગરિકોના મૃત્યુમાં પરિણમી રહી છે. બસ બહુ થયું હવે. સૈનિકોને બેરેકમાં પાછા જવાની જરૂર છે. નાગરિકોનું રક્ષણ કરવું જ જોઇએ." ગુટેરેસે આગળ કહ્યું, "માનવતાવાદી સહાય મહત્વપૂર્ણ છે, પરંતુ તે કોઈ ઉકેલ નથી, એકમાત્ર ઉકેલ શાંતિ દ્વારા જ છે... મેં યુક્રેનના રાષ્ટ્રપતિને ખાતરી આપી છે કે સંયુક્ત રાષ્ટ્ર મદદ કરવાનું ચાલુ રાખશે, અમે તેમને એકલા છોડીશું નહીં. તેમને માનવતાવાદી સહાય પ્રદાન કરવામાં આવશે."
Escalating violence is resulting in civilians' death. Enough is Enough, soldiers need to move back to barracks, civilians must be protected: Antonio UN Secretary-General António Guterres at UNGA emergency meeting on #UkraineCrisis pic.twitter.com/3hR4Q2G8Lz
— ANI (@ANI) February 28, 2022
અગાઉ બેલારુસિયન શહેર ગોમેલમાં કિવ અને મોસ્કોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. પરંતુ તે જ સમયે યુક્રેનના શહેરો અને ઉપનગરોમાં ભારે લડાઈ ચાલુ રહી. મીટિંગ દરમિયાન, યુક્રેને રશિયા પાસેથી "તાત્કાલિક યુદ્ધવિરામ" અને વાટાઘાટો પહેલા તેના પ્રદેશમાંથી રશિયન સૈનિકોને પાછા ખેંચવાની માંગ કરી હતી.
યુક્રેન-રશિયા સંઘર્ષ પર યુએનજીએની કટોકટીની બેઠકમાં યુક્રેનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે યુક્રેનમાં અત્યાર સુધીમાં 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે. "રશિયન સૈનિકો પરિણામ ભોગવી રહ્યા છે, જે પહેલાથી જ હજારો માનવશક્તિ ગુમાવી ચૂક્યા છે. યુક્રેન સામેના આ હુમલાને રોકવામાં આવે. અમે રશિયાને બિનશરતી અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સંપૂર્ણ પાલન કરીને તેના સૈન્યને પાછા ખેંચવા માટે હાકલ કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે