અફઘાનિસ્તાન: તાલિબાને કરી સરકાર ગઠનની તૈયારી, અમેરિકાને આપ્યું 'અલ્ટીમેટમ'

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં (Afghanistan) નવી સરકાર બનાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અફઘાનિસ્તાનમાં બીજી પત્રકાર પરિષદમાં તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આગળની યોજના વિશે જણાવ્યું

અફઘાનિસ્તાન: તાલિબાને કરી સરકાર ગઠનની તૈયારી, અમેરિકાને આપ્યું 'અલ્ટીમેટમ'

કાબુલ: તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં (Afghanistan) નવી સરકાર બનાવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અફઘાનિસ્તાનમાં બીજી પત્રકાર પરિષદમાં તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આગળની યોજના વિશે જણાવ્યું. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, સરકારની રચના પર વાતચીત ચાલી રહી છે. કેટલીક સરકારી કચેરીઓમાં પણ કામ શરૂ થઈ ગયું છે અને કેટલાક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. કાલથી અફઘાનિસ્તાનમાં તમામ બેંકો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

31 ઓગસ્ટ સુધીમાં અમેરિકી સેના પાછી ખેંચો
તાલિબાને (Taliban) પણ અમેરિકાને આંખો બતાવવાનું શરૂ કર્યું છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે, અમેરિકી સૈન્યએ એરપોર્ટ પર ગોળીબાર કર્યો હતો. તાલિબાનોએ અમેરિકી સૈન્યને 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ ખાલી કરવાનો અલ્ટીમેટમ આપ્યો છે. આ સાથે અન્ય દેશો પાસેથી પણ સહયોગ માંગવામાં આવ્યો છે. કાબુલે તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન છોડીને જતા તમામ દેશોના રાજદૂતોને અપીલ કરી છે કે ડરશો નહીં.

તાલિબાન-અમેરિકાની વચ્ચે 'ડીલ'?
આ દરમિયાન, અમેરિકા અને તાલિબાનની અંદર કેટલીક 'ખીચડી રંધાઈ' રહી હોવાના અહેવાલો પણ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, CIA ના ડિરેક્ટર વિલિયમ જે બર્ન્સ કાબુલમાં તાલિબાન નેતા મુલ્લા બરાદારને (Mullah Baradar) મળ્યા છે. સોમવારે બંને વચ્ચે થયેલી આ બેઠક બાદ અમુક પ્રકારના સોદાના સંકેત પણ મળી રહ્યા છે.

શું આ મુદ્દે થઈ શકે ચર્ચા?
કાબુલ કબજે કર્યા બાદ યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં બરાદર અને સીઆઇએ ડિરેક્ટરનો (CIA Director) આમનો-સામનો થયો છે. અમેરિકા પાસે 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) તેમની સેનાને પાછી ખેંચવાની ડેડલાઈન છે અને તેને લઇને તાલિબાન-અમેરિકા આ ​​અંગે અટવાયેલું છે. માનવામાં આવી રહ્યું છે કે, બરાદર અને સીઆઇએ ડિરેક્ટર વચ્ચે આ મામલે વાતચીત થઈ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news