Sri Lanka Crisis Protest: રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર, પીએમ રાનિલ વિક્રમ સિંઘે આપ્યું રાજીનામું

આ દરમિયાન શ્રીલંકાના પાર્ટી નેતાઓએ બેઠક શરૂ કરી દીધી છે. આ બેઠક દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમ સિંઘે રાજીનામું આપી દીધું છે. 

Sri Lanka Crisis Protest: રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર, પીએમ રાનિલ વિક્રમ સિંઘે આપ્યું રાજીનામું

Sri Lanka Crisis Protes: આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં જ્યારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા તો પછી આમ આદમીની શું વિસાત હશે. આ દરમિયાન શ્રીલંકાના પાર્ટી નેતાઓએ બેઠક શરૂ કરી દીધી છે. આ બેઠક દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમ સિંઘે રાજીનામું આપી દીધું છે. 

શ્રીલંકાના પીએમએ આપ્યું રાજીનામું
શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમ સિંઘે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની નિરંતરતા સુનિશ્વિત કરવા માટે, હું આજે પાર્ટે નેતાઓની સર્વદળીય સરકાર માટે રસ્તો બનાવવાની સૌથી ભલામણને સ્વિકાર કરું છું.   તેને સુગમ બનાવવા માટે હું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપીશ.'

To facilitate this I will resign as Prime Minister.

— Ranil Wickremesinghe (@RW_UNP) July 9, 2022

અનુરા કુમારા દિસાનાયકે બનશે આગામી રાષ્ટ્રપતિ-સૂત્ર
એસએલપીપી મહાસચિવ સાગર કરિયાવાસમે વિમુક્તિ પેરામુનાને નેતા નિયુક્ત કરવાની ભલામણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે અનુરા કુમારા દિસાનાયકે આજે સાંજે પાર્ટી નેતાઓની બેઠક દરમિયાન દેશના આગામી રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટવામાં આવ્યા છે. 

શ્રીલંકા પીએમઓએ કહ્યું- પીએમ રાજીનામું આપવા તૈયાર
પીએમઓએ કહ્યું કે પ્રધાનમંત્રી રાનિક વિક્રમસિંઘે પાર્ટી નેતાઓને કહ્યું કે તે દેશના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવા અને સર્વદળીય સરકાર માટે રસ્તો બનાવવા માટે તૈયાર છું. 

આ પહેલાં મોંઘવારીથી પરેશાન લોકોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. શ્રીલંકામાં આ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું. પ્રદર્શનકારીઓના ઉગ્ર થતાં જોઇ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ  ભવન છોડીને ભાગી ગયા. પ્રદર્શનકારીઓએ શ્રીલંકા રાષ્ટ્રપતિ ભવન બહાર જોરદાર હંગામો કર્યો. કેટલાક પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા. આ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પૂલમાં પણ નહાતા જોવા મળ્યા. માનવામાં આવી રહ્યું છે કે હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર આ પ્રદર્શનકારીઓએ કબજો જમાવી લીધો છે. 

રાષ્ટ્રપતિ પાસે કરી રાજીનામાની માંગ
તમને જણાવી દઇએ કે આ પહેલાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની હાલત સતત બગડતી જાય છે. આખા દેશની જનતા મોંઘવારીની મારથી પરેશાન છે. શ્રીલંકાની જનતા ગત કેટલાક મહિનાથી વિજળી અને ઇંઘણના સંકટ સામે ઝઝૂમી રહી છે. દેશની આ દશા મઍટે જનતા શ્રીલંકાના સત્તાધારી પરિવારને દોષી માની રહી છે. એટલા માટે જ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવન સામે પ્રદર્શન કરવા પહોંચી ગયા. 

પ્રધાનમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક
શ્રીલંકામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતર્યા છે સ્થિતિ કાબૂમાં નથી, શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સ્થિતિ પર ચર્ચા કરવા અને કેટલાક સમાધાન નિકાળવા માટે પાર્ટીના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ સ્પીકર પાસેથી સંસદ સત્ર બોલાવવાની માંગ કરી છે. હવે આ બેઠકમાં શું કંઇ નિકળીને આવશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ પ્રદર્શનકારીઓને કાબૂમાં ન કરવામાં આવ્યા તો સ્થિતિ વધુ બગડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news