Surat Crime : જેલમાંથી પેરોલ પર છુટીને આવેલા કુખ્યાત ફૈયુ સુકરીએ બીજુ મર્ડર કર્યું

Surat Crime News : સુરતમાં રૈયુ સુકરી ગેંગના ફૈયુ સુકરીએ પેરોલ પર છુટીને આવ્યાના દિવસોમાં જ મર્ડર કર્યું    
 

Surat Crime : જેલમાંથી પેરોલ પર છુટીને આવેલા કુખ્યાત ફૈયુ સુકરીએ બીજુ મર્ડર કર્યું

ચેતન પટેલ/સુરત :સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર હત્યાનો બનાવ બન્યો છે. કુખ્યાત આરોપી ફૈયુ સુકરીએ ફરી વખત પોત પ્રકાશ્યું હતું. છ વર્ષ પહેલા જનતા માર્કેટમાં યાઝ કલામ નામના યુવાનની પાર્કિંગ મુદ્દે હત્યા કરનાર અમીન સુકરીના પુત્ર રૈયુ સુકરીએ રવિવારે રાત્રે અંગત અદાવતમાં આરીફ મિંડીના જમાઇ હાજી અંજીર ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સૂત્રોનું માનીએ તો, ફાયરિંગ કરનાર તૈયુ સુકરી આરીફ મિંડીનો ભાણેજ છે. તેમજ જેની ઉપર ફાયરિંગ થયું તે હાજી અંજીર આરીફ મિંડીનો જમાઇ થાય છે. મોડી રાત્રે હાજીનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ તંત્ર દોડતું થયું છે. 

રવિવારે ભાગાતળાવ લાલગેટ પોલીસ મથકની સામેજ ગેંગવોરમાં આરીફ મિંડીના જમાઇ હાજી અંજીર ઉપર અંગત અદાવતમાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. છ વર્ષ પહેલા ભાગાતળાવ જનતા માર્કેટમાં પાર્કીંગના મુદ્દે ક્યાઝ મોહમદ અઝીઝ કલામની હત્યા કરનાર અમીન સુકરીનો પુત્ર રૈયુ સુકરી તાજેતરમાં જ પેરોલ ઉપર છુટીને આવ્યો હતો. દરમિયાન રવિવારે રાત્રે તેણે લાલગેટ પોલીસ મથકની નજીક જ આરીફ મિંડીના જમાઇ હાજી અંજીર ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હાજી અંજીરને સા૨વા૨ માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાજી અંજીરની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગેંગવોરમાં ફાયરિંગ થયું હોવાની જાણ થતા લાલગેટ પોલીસ સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે, રૈયુ સુકરી ગેંગ ભાગાતળાવ વિસ્તારમાં સક્રિય છે અને તે ખૂબ જ માથાભારે છે. અનેક લોકો ઉપર હુમલા કરવામાં તેમજ ખંડણી ઉઘરાવવામાં આ ગેંગની સંડોવણી બહાર આવી ચૂકી છે. ખાસ કરીને આ વિસ્તારમાં રહેતા વેપારીઓ ઉપર આ ગેંગની ભારે ધાક હોવાથી આ ગેંગ ઉપર કાબૂ આવે તેવી માગ લોકો કરી રહ્યાં છે. પરંતુ ડરના કારણે કોઇ બહાર આવતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news