Sri Lanka Crisis: આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના તમામ મંત્રીઓના રાજીનામા, PM ના પુત્રએ પણ મંત્રીપદ છોડ્યું
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા હાલ મોટી મુશ્કેલીમાં છે. વિરોધ પ્રદર્શનો વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેને બાદ કરતા તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. રાજીનામા આપનારાઓમાં મહિન્દા રાજપક્ષેનો પુત્ર નમલ રાજપક્ષે પણ સામેલ છે. આ સિવાય સહયોગી પાર્ટીના મહાસચિવે પણ રાજીનામું આપ્યું છે.
Trending Photos
કોલંબો: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા હાલ મોટી મુશ્કેલીમાં છે. વિરોધ પ્રદર્શનો વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેને બાદ કરતા તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. રાજીનામા આપનારાઓમાં મહિન્દા રાજપક્ષેનો પુત્ર નમલ રાજપક્ષે પણ સામેલ છે. આ સિવાય સહયોગી પાર્ટીના મહાસચિવે પણ રાજીનામું આપ્યું છે.
અત્રે જણાવવાનું કે શ્રીલંકામાં આર્થિક સંકટના કારણએ ચાલી રહેલી વિરોધ પ્રદર્શનો વચ્ચે શ્રીલંકાના કેન્દ્રીય મંત્રી પરિષદના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. ફક્ત પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે જ પોતાના પદ પર યથાવત છે. તેમના રાજીનામાના સમાચારો મહિન્દા રાજપક્ષેની પાર્ટી ફગાવી ચૂકી છે. શ્રીલંકામાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો વિરોધ કરનારા પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેએ પણ મંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. નમલ શ્રીલંકાના કેન્દ્રીય ખેલમંત્રી હતા.
નમલ રાજપક્ષેએ ટ્વીટ કરીને કહ્યું કે મે રાષ્ટ્રપતિને તત્કાળ પ્રભાવથી તમામ વિભાગોમાંથી મારા રાજીનામા માટે સચિવને સૂચિત કર્યા છે. આશા છે કે આ લોકો અને શ્રીલંકાની સરકારમાં સ્થિરતા લાવવામાં મહામહિમ અને પ્રધાનમંત્રીને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. હું મારા મતદારો, મારી પાર્ટી અને હંબનટોટાના લોકો માટે પ્રતિબદ્ધ રહીશ.
શ્રીલંકામાં મહિન્દા રાજપક્ષેની સત્તાધારી પાર્ટી શ્રીલંકા પોદુજન પેરેમુના(SLPP) ની મુખ્ય સહયોગી પાર્ટી શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના મહાસચિવ, સાંસદ અને મહિન્દા રાજપક્ષે સરકારમાં મંત્રી દયાશ્રી જયાસેકરાએ પણ રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષેના નામે પત્ર લખીને મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. પોતાના પત્રમાં દયાક્ષીએ ક્ષીલંકાના આર્થિક સંકટ માટે સરકારને જવાબદાર ઠેરવી અને કહ્યું કે જનતાના હિત માટે તેમની સરકારમાં રહેવું યોગ્ય નહીં રહે.
હાલ શ્રીલંકા સામે અનેક મોરચે પડકારો ઊભા છે. સ્થિતિ એવી છે કે કાગળની અછતના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ્દ થઈ રહી છે. વીજળી બચાવવા માટે સ્ટ્રિટ લાઈટો બંધ કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રીલંકામાં હવે ખાદ્ય પદાર્થોની પણ ભારે અછત સર્જાઈ રહી છે. લોકો પાસે ખાવાનું નથી. રાંધણ ગેસની પણ અછત છે. શ્રીલંકાને આર્થિક સંકટમાં રાહત આપવા માટે ભારતે પણ મદદનો હાથ આગળ વધાર્યો છે.
ભારત પોતાના તરફથી 40 હજાર ટન ચોખા મોકલી રહ્યું છે. ડીઝલ સપ્લાય પુરવઠો યથાવત સ્થાપિત કરવા માટે પણ ભારત મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. જરૂરી દવાઓ પણ લોકો સુધી પહોંચાડવા માટે ભારત એક સક્રિય ભૂમિકા ભજવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે