SpaceX ના રોકેટ Crew 7 થી અંતરિક્ષ માટે રવાના થયા ચાર દેશોના યાત્રી, ક્યારે પહોંચશે, જાણો દરેક વિગત

SpaceX ના રોકેટથી ચાર દેશોના ચાર અંતરિક્ષ યાત્રી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે રવાના થયા છે. 

SpaceX ના રોકેટ Crew 7 થી અંતરિક્ષ માટે રવાના થયા ચાર દેશોના યાત્રી, ક્યારે પહોંચશે, જાણો દરેક વિગત

નવી દિલ્હીઃ SpaceX: દેશ અને દુનિયામાં ચંદ્રયાન 3 (Chandrayan 3) ચંદ્ર પર સુરક્ષિત લેન્ડિંગ કરવાના સમાચાર ચર્ચામાં છે. ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. ભારતના સૂર્ય અને શુક્ર પર પણ મિશન મોકલવાની જાહેરાત કરી છે. અંતરિક્ષમાં સંશોધન કરવાની હોડ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. SpaceX થી ચાર યાત્રી (Space Traveler)અંતરિક્ષ તરફ જવા માટે રવાના થયા છે. આ યાત્રી ચાર અલગ-અલગ દેશના છે. આ યાત્રી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station) માટે રવાના થઈ ચુક્યા છે. 

અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર (Kennedy Space Center)થી આ યાત્રીકોએ ઉડાન ભરી છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના યાત્રી સાથે ત્રણ અલગ-અલગ દેશના યાત્રી તેમાં સામેલ છે. અમેરિકા સિવાય આ યાત્રી ડેનમાર્ક, જાપાન અને રશિયાના છે. આ પ્રથમ તક છે જ્યારે ચાર અલગ-અલગ દેશના યાત્રી અંતરિક્ષ માટે એક યાનમાં એક સાથે જઈ રહ્યાં છે. આ પહેલા નાસા અને સ્પેસ એક્સ યાનમાં બેથી ત્રણ યાત્રી જતા હતા. 

— NASA (@NASA) August 26, 2023

ક્યાં સુધી પહોંચશે
જાણવા મળી રહ્યું છે કે યાત્રી રવિવારે અંતરિક્ષ સ્ટેશન પહોંચી જશે. ચાર યાત્રીકોની સાથે આ અંતરિક્ષ યાન આજે બપોરે 3 કલાક 27 મિનિટ પર સફળતાથી રવાના થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ચારેય યાત્રીકો 27 ઓગસ્ટે સૂર્યની પ્રતિક્રમા પ્રયોગશાળામાં પહોંચી જશે. 

અંતરિક્ષ યાનમાં બેઠા યાત્રી
નોંધનીય છે કે સ્પેસ એક્સ અને નાસા આ પહેલા પણ અંતરિક્ષ યાન મોકલી ચુક્યા છે, જેમાં ત્રણ યાત્રી ગયા હતા. આ એક ખાનગી યાત્રા છે, જેની ચુકવણી કરી લોકો અંતરિક્ષ માટે જઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત તરીકે અંતરિક્ષ યાત્રી જઈ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news