ખતરનાક બરફવર્ષામાં જામી ગયાં જાનવરો, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
અહીં થયેલી હિમવર્ષામાં જાનવરો પણ બરફમાં જામી ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ અહીં હાલ જે સ્થિતિ છે તેમાં જીવન ટકાવી રાખવું ખુબ જ અઘરું છે. જીવલેણ હિમવર્ષાની એવી તસવીરો સામે આવી છે જે તમે ચોંકાવી દેશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ જ્યાં જુઓ ત્યાં ઠંડીનો મારો જોવા મળી રહ્યો છે. ઘણા બધા સ્થળ પર બરફવર્ષા થઈ રહી છે. ત્યારે હાલ કઝાકિસ્તાનમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને લોકોને નવાઈ લાગી રહી છે. આ દ્રશ્યો કઝાકિસ્તાનના છે. જ્યાં બરફવર્ષા થતાં જાનવરો જામી ગયા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, બરફવર્ષામાં જામી ગયેલાં જાનવરોનો વીડિયો તમને વિચલિત કરી શકે છે.
વિશ્વના અનેક દેશોમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. એક તરફ લોકો બરફવર્ષાની મજા માણે છે ત્યાં બીજી તરફ આ બરફવર્ષા અનેક મુશ્કેલીઓ વર્ષાવી રહી છે. ભારે બરફવર્ષાથી જીનજીવન પર અસર પડી છે સાથે જાનવરોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં કઝાકિસ્તાનનો એક એવો જ વીડિયો સામે આવ્યો છે. કઝાકિસ્તાનમાં તાપમાન -51 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને તેના જ કારણે જાનવરો બરફમાં જામી ગયા છે. આ દ્રશ્યો જોઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. જાનવરોની આવી હાલત જોઈને લોકોને ચિંતા થઈ રહી છે.
Report of #Kazakhstan 🇰🇿 - due to severe dip in temperature -51⁰ animals are getting frozen. 😱
Scary, if true @ParveenKaswan pic.twitter.com/1azDblpxGX
— Rupin Sharma IPS (@rupin1992) January 22, 2021
કઝાકિસ્તાન જ્યાં માણસો અને જાનવરોના હાલ બેહાલ થઈ ગયા છે. કેમ કે, માઈનસ 51 ડિગ્રી તાપમાનમાં રહેવું તે ખતરાથી ખાલી નથી. જાનવરો તો આ સ્થિતિનો સામનો કરી શકે તેવી હાલતમાં નથી. કઝાકિસ્તાનના આ દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. કેમ કે, જે રીતે બરફમાં જાનવરો જામી ગયા છે તે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. હાલ આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્યો જોયા બાદ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ આ વીડિયોને રિપોસ્ટ કર્યો હતો. સાથે જ જાનવરોની આ પરિસ્થિતિ સામે પ્રાર્થના કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે