Snake Farming: આ ગામમાં થાય છે સાપની ખેતી, 170 જેટલા પરિવાર વર્ષે 30 લાખ સાપનો કરે છે ઉછેર

Snake Farming: આજના સમયમાં પ્રગતિશીલ ખેડૂતો વિવિધ પ્રકારની વસ્તુઓની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓની ખેતી વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક શહેર એવું પણ છે જ્યાં સાપની ખેતી કરવામાં આવે છે? જી હા તમે સાચું જ વાંચી રહ્યા છો. એક શહેર એવું છે જે સાપની ખેતી કરવામાં આવે છે. 

Snake Farming: આ ગામમાં થાય છે સાપની ખેતી, 170 જેટલા પરિવાર વર્ષે 30 લાખ સાપનો કરે છે ઉછેર

Snake Farming: આજના સમયમાં પ્રગતિશીલ ખેડૂતો વિવિધ પ્રકારની વસ્તુઓની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓની ખેતી વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક શહેર એવું પણ છે જ્યાં સાપની ખેતી કરવામાં આવે છે? જી હા તમે સાચું જ વાંચી રહ્યા છો. એક શહેર એવું છે જે સાપની ખેતી કરવામાં આવે છે. એટલે કે અહીં સાપને રાખવામાં આવે છે અને તેની સંખ્યા વધે તેવા કામ કરવામાં આવે છે અહીં દર વર્ષે લાખો સાપ જન્મ લે છે. તેમની સારી રીતે દેખરેખ કરવામાં આવે છે જેથી તેમની સંખ્યામાં સતત વધારો થતો રહે.

આ પણ વાંચો:

ઝેરી સાપ ઉછેરવામાં આવે છે

જાણવા મળતી માહિતી અનુસાર ચીનના એક શહેરમાં એક ગામ આવેલું છે જેનું નામ જીસીકિયાઓ છે. આ ગામમાં કિંગ કોબરા, વાઇપર, રેટલ સ્નેક જેવા ઝેરી સાપ ઉછેરવામાં આવે છે. દર વર્ષે આ ગામમાં 30 લાખથી વધુ સાપનો ઉછેર થાય છે. 

સાપના ઉછેર પાછળ ખાસ કારણ

દર વર્ષે લાખોની સંખ્યામાં સાપ ઉછેરવાનું કારણ પણ ખાસ અને અલગ છે. ચીનમાં હજારો વર્ષથી એક ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવે છે જેમાં ઝેરી સાપ નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ કારણથી આ ગામમાં અલગ અલગ પ્રકારની પ્રજાતિના સાપનો ઉછેર થાય છે. અહીં લાકડાના બોક્સમાં કાચની બોટલમાં સાપનો ઉછેર કરવામાં આવે છે. આ ગામમાં 170 પરિવાર છે જે દર વર્ષે 30 લાખ સાપ ઉછેરે છે. 

બીમારીમાં થાય છે ઉપયોગ

રિપોર્ટ અનુસાર કેટલાક સાપ માંથી બનતી જડીબુટ્ટી કેટલીક બીમારીઓમાં દવા જેવું કામ કરે છે. સાપની દવાથી ત્વચાની સમસ્યાનો ઈલાજ થાય છે કેટલાક કેન્સરની સારવાર પણ સાપના ઉપયોગથી થાય છે. સાપના ઝેરથી બનેલી દવા હૃદયના દર્દીઓને પણ આપવામાં આવે છે. સપના તેલથી પણ કેટલીક બીમારીઓની સારવાર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

જોકે માત્ર ચીનમાં જ નહીં પરંતુ વિયત નામમાં પણ એક ગામ છે જ્યાં સાપનો બગીચો આવેલો છે. આ બગીચાના દરેક ઝાડ ઉપર સાંપ લટકતા જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news