શિવલિંગની પૂજા એટલે બ્રહ્માંડની પૂજા, શિવલિંગના આ ગુઢ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી

Shivling : લોકો શિવલિંગની પૂજા તો કરે છે પરંતુ તેનાથી સંબંધિત કેટલાક રહસ્યોથી લોકો અજાણ હોય છે. શિવલિંગ સાથે કેટલા ગુઢ રહસ્યો જોડાયેલા છે. આ રહસ્ય વિશે જાણશો તો તમારી શ્રદ્ધા અનેક ઘણી બધી જશે. આજે તમને જણાવીએ શિવલિંગ સાથે સંબંધિત આવા જ કેટલાક રહસ્યો વિશે.

શિવલિંગની પૂજા એટલે બ્રહ્માંડની પૂજા, શિવલિંગના આ ગુઢ રહસ્યો વિશે નહીં જાણ્યું હોય આજ સુધી

Shivling : હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. જે પણ વ્યક્તિ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની શ્રદ્ધાથી પૂજા કરે છે તેમના ઉપર શિવજી પ્રસન્ન થાય છે. શ્રાવણ મહિનામાં શિવજીને આરાધના કરવા માટે લોકો શિવલિંગની પૂજા કરે છે. ખાસ કરીને સોમવારના દિવસે શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે. લોકો શિવલિંગની પૂજા તો કરે છે પરંતુ તેનાથી સંબંધિત કેટલાક રહસ્યોથી લોકો અજાણ હોય છે. શિવલિંગ સાથે કેટલા ગુઢ રહસ્યો જોડાયેલા છે. આ રહસ્ય વિશે જાણશો તો તમારી શ્રદ્ધા અનેક ઘણી બધી જશે. આજે તમને જણાવીએ શિવલિંગ સાથે સંબંધિત આવા જ કેટલાક રહસ્યો વિશે. 

આ પણ વાંચો:

શિવલિંગનો નીચલો ભાગ

શિવલિંગ ત્રણ ભાગમાં વિભાજીત હોય છે જેમાં સૌથી નીચેનો ભાગ ભૂમિ સાથે જોડાયેલો હોય છે મધ્ય ભાગ સમતલ હોય છે અને ઉપરનો ભાગ અંડાકાર હોય છે જેની પૂજા કરવામાં આવે છે. શિવલિંગનો સૌથી નીચેનો ભાગ બ્રહ્માજીનું પ્રતિનિધિત્વ કરે છે. 

મધ્ય અને ઉપરનો ભાગ

શિવલિંગમાં વચ્ચેનો ભાગ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે તેનો અર્થ હોય છે ભગવાન વિષ્ણુ સૃષ્ટિની રક્ષા કરી રહ્યા છે. ત્યાર પછી સૌથી ઉપરનો ભાગ જે અંડાકાર હોય છે તે ભગવાન શિવને દર્શાવે છે જેનો અર્થ અનંત અને ઉન્નતિ છે. 

શિવલિંગના પ્રકાર

શિવલિંગના મુખ્ય બે પ્રકાર હોય છે એક ઉલ્કા શિવલિંગ અને બીજું પારદ શિવલિંગ. ધાર્મિક ગ્રંથોમાં શિવલિંગના છ પ્રકાર જણાવવામાં આવ્યા છે જેમાં સ્વયંભૂ શિવલિંગ, મનુષ્ય શિવલિંગ, બરફ શિવલિંગ, દેવ શિવલિંગ અને અસુર શિવલિંગનો સમાવેશ પણ થાય છે. 

બ્રહ્માંડની પૂજા

શાસ્ત્રો અનુસાર શિવલિંગની પૂજા કરવી એટલે સમગ્ર બ્રહ્માંડની પૂજા થઈ જાય છે. કારણકે એક શિવલિંગમાં ત્રિદેવનો વાસ હોય છે બીજું શિવજી સમસ્ત જગતના મૂળ છે . શિવનો અર્થ પરમ કલ્યાણકારી હોય છે અને લિંગનો મતલબ સૃજન હોય છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news