સિસ્ટર મરિયમ થ્રેસિયાને આજે પોપ ફ્રાન્સિસ સંત જાહેર કરશે, PM મોદીએ પણ કર્યો હતો ઉલ્લેખ

કેરળના ત્રિશુરના સિસ્ટર મરિયમ થ્રેસિયા સહિત 5 ખ્રિસ્તી ધર્મગુરુઓને પોપ ફ્રાન્સિસ આજે વેટિકન સિટીમાં સંત જાહેર કરશે.

સિસ્ટર મરિયમ થ્રેસિયાને આજે પોપ ફ્રાન્સિસ સંત જાહેર કરશે, PM મોદીએ પણ કર્યો હતો ઉલ્લેખ

નવી દિલ્હી: કેરળના ત્રિશુરના સિસ્ટર મરિયમ થ્રેસિયા સહિત 5 ખ્રિસ્તી ધર્મગુરુઓને પોપ ફ્રાન્સિસ આજે વેટિકન સિટીમાં સંત જાહેર કરશે. રોમના સેન્ટ પીટર્સ સ્ક્વેર પર થનારા આ સમારોહમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મુરલીધરન પોતે દક્ષિણ ભારતીય રાજ્ય કેરળથી છે. આ અવસરે કાર્ડિનલ જ્હોન હેનરી ન્યૂમેન, ગ્યુસેપિના વન્ની, ડુલસ લોપસ પોન્ટેસ, અને મર્કેઈટ બેયસને પણ કેનોનીઝ કરાશે. 

થ્રિસિયાને તેમના નિધનના 93 વર્ષ બાદ સંતનો દરજ્જો આપવામાં આવશે. તેઓ કેરળના ત્રિશુર જિલ્લા સ્થિત સિસ્ટરોના હોલી મિલન સંઘની સંસ્થાપક હતી. 26 એપ્રિલ 1876ના રોજ ત્રિશુરમાં જન્મેલા થ્રેસિયાને પોપ જોન પોલ દ્વિતીયએ 9 એપ્રિલ 2000ના રોજ પવિત્ર આત્મા જાહેર કર્યા હતાં. વેટિકનના જણાવ્યાં મુજબ મરિયમને રહસ્યમય અનુભવો હતાં જેમાં ઉપચાર અને ભવિષ્યવાણીની પણ ભગવાનની ભેટ હતી. અનેક ચમત્કારિક ઈલાજ સિસ્ટર મરિયાન સાથે જોડાયેલા છે. જેમાંથી એક મેથ્યું પેલિસરીનો કેસ સામેલ છે. 

પેલિસરીના પગ જન્મજાત ખરાબ હતાં પરંતુ પ્રાર્થના અને સિસ્ટર મરિયમ થ્રેસિયાની મદદ બાદ ઠીક થયા હતાં. મેથ્યુના કેસની વેટિકન દ્વારા તપાસ કરવામાં આવી હતી જેણે સિસ્ટર મરિયમ થ્રેસિયાને સંત બનાવવામાં ભૂમિકા ભજવી. 

જુઓ LIVE TV

મનની વાતમાં ઉલ્લેખ
29 સપ્ટેમ્બરના રોજ રેડિયો પ્રસારણ મન કી બાતમાં પીએમ મોદીએ પણ સિસ્ટર મરિયમનો ઉલ્લેખ કર્યો હતો. ખ્રિસ્તિ સમુદાયને મહત્વ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ  પ્રત્યેક ભારતીય માટે ગર્વનો વિષય છે કે 13 ઓક્ટોબરના રોજ પોપ ફ્રાન્સિસ સિસ્ટર મરિયમ થ્રેસિયા (કોંગ્રેગેશન ઓફ હોલી ફેમિલીના સંસ્થાપક)ને સંત જાહેર કરશે. સિસ્ટર થ્રેસિયાને મારી શ્રદ્ધાંજલિ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news